મોરબીઃ પિતાના આડાસંબંધનો ભોગ બન્યો પુત્ર, જીવતો સળગાવાયો

News18 Gujarati
Updated: March 25, 2019, 3:45 PM IST
મોરબીઃ પિતાના આડાસંબંધનો ભોગ બન્યો પુત્ર, જીવતો સળગાવાયો
મૃતબાળક

મોરબીમાં 11 વર્ષના બાળકનું અપહરણ કરીને જીવતો સળગાવી દેવાયાની ચકચારી ઘટના બની છે.

  • Share this:
અતુલ જોષી, મોરબીઃ મોરબીમાં 11 વર્ષના બાળકનું અપહરણ કરીને જીવતો સળગાવી દેવાયાની ચકચારી ઘટના બની છે. મોરબીના પાનેલીના બાળકનું અપહરણ કરીને જીવતો સળગાવી દેવાયો છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે મોરબીના પાનેલીમાં સથવારા પરિવાર રહે છે. જેનો 11 વર્ષનો હિતેષ અશોકભાઇ ગઇ કાલે એટલે કે રવિવારે ગુમ થયો હતો. જોકે, ગુમ થયેલા બાળકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે હિતેષના સગા માસા હાર્દિક ચાવડાએ હિતેષનું અપહરમ કર્યું હતું. ત્યારબાદ તેને જીવતો સળગાવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે આરોપી હાર્દિક ચાવડાની પત્ની અને મૃતક હિતેષના પિતા વચ્ચે આડાસંબંધો હતા. જેનો ખાર રાખીને હાર્દિકે હિતેષનું અપહરણ કરીને હત્યા કરી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

ગઇ કાલે એટલે કે રવિવારે ગુમ થયેલા હિતેષનો મૃતદેહ વજેપર વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આ અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસ, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.
First published: March 25, 2019, 3:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading