મોરબીઃ 104 વર્ષના જયાબેને કર્યું મતદાન, કહ્યું- યુવાઓ આગળ આવે
મોરબીઃ 104 વર્ષના જયાબેને કર્યું મતદાન, કહ્યું- યુવાઓ આગળ આવે
મોરબી વિધાનસભા બેઠક પરથી 104 વર્ષના શતાયુ મતદાતા જયાબેન દવે પણ આજે વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. તેઓ ચાલી શકતા ન હોવાથી તેઓ વ્હીલચેર પર મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા.
મોરબી વિધાનસભા બેઠક પરથી 104 વર્ષના શતાયુ મતદાતા જયાબેન દવે પણ આજે વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. તેઓ ચાલી શકતા ન હોવાથી તેઓ વ્હીલચેર પર મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા.
મોરબીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. લોકો વહેલી સવારથી જ મતદાન મથકે પહોંચી ગયા હતા. ત્યારે ગુજરાતમાં આશરે 700થી વધારે એવા મતદારો છે જેમની ઉંમર 100 વર્ષથી વધારે છે.
મોરબી વિધાનસભા બેઠક પરથી 104 વર્ષના શતાયુ મતદાતા જયાબેન દવે પણ આજે વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. તેઓ ચાલી શકતા ન હોવાથી તેઓ વ્હીલચેર પર મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા. જયાબેનને તેમના પરિવારના સભ્યો વ્હીલચેરમાં બેસાડીને મતદાન મથક સુધી લાવ્યા હતા.
જયાબેને મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે યુવાઓને મતદાન કરવાની અપીલ કરી હતી અને લોકશાહીના પર્વમાં તમામને ભાગીદાર થવા જણાવ્યું હતું. મોરબી બેઠક પરથી ભાજપમાંથી કાંતિ અમૃતિયા જ્યારે કોંગ્રેસમાંથી બ્રિજેશ મેરજા ચૂંટણી લડી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર