Home /News /kutchh-saurastra /હળવદ : 6 ઑક્ટોબરે ઘરેથી રમવા ગયેલો કાનો ગુમ, પિતાની ફરિયાદ બાદ અપહરણની આશંકા

હળવદ : 6 ઑક્ટોબરે ઘરેથી રમવા ગયેલો કાનો ગુમ, પિતાની ફરિયાદ બાદ અપહરણની આશંકા

આઇશર ચાલક પિતાનો દીકરો 4 દિવસથી ગુમ, પરિવારનો શ્વાસ અદ્ધર, જોકે, ગુમ બાળક પ્રથમ પત્નીનું સંતાન હોવાના લીધે પોલીસને કોઈ જાણભેદનું કારસ્તાન હોવાની આશંકા

આઇશર ચાલક પિતાનો દીકરો 4 દિવસથી ગુમ, પરિવારનો શ્વાસ અદ્ધર, જોકે, ગુમ બાળક પ્રથમ પત્નીનું સંતાન હોવાના લીધે પોલીસને કોઈ જાણભેદનું કારસ્તાન હોવાની આશંકા

    અતુલ જોશી, મોરબી : મોરબી જિલ્લાના હળવદમાં (Halvad) ગુમ થયેલા બાળકના મામલે અપહરણની  (Kidnapping)ફરિયાદ નોંધવામાં આવી છે. ગત 10મી તારીખે ઘરેથી રમવા ગયેલો ધ્રુવ ઉર્ફે કાનો ન મળી આવતા પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો છે ત્યારે આઇશર ચાલક પિતાની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ નોંધી અને જુદી જુદી ટીમ બનાવીને અને આ મામૂસ બાળકને શોધવા માટે આસમાન પાતાળ એક કરી દીધા છે. (10 years old Missing) બનાવની વિગતો એવી છે કે હળવદના મોરબી ચોકડી નજીક આવેલા ક્રિષ્ના પેકેજીગની ઓરડીમાં જ રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરી સામાન્ય જીવન નિર્વાહ કરતા જયેશભાઈ જયંતિલાલ ખોડીયાના પુત્ર ધ્રુવ(કાનો) ઉ.વ.10 ગત 6 ઑક્ટોબરના રોજ વિશાલ પેકેજીગમાં જ રહેલી ઓરડી નજીક જયેશભાઈના બે પુત્રો ધ્રુવ અને શિવમ બન્ને રમી રહ્યા હતા એ દરમ્યાન પહેલી પત્નીનો પુત્ર ધ્રુવ ત્યાંથી અચાનક જ બપોરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગુમ થયો હતો.

    જેમાં જયેશભાઈ એ જણાવ્યું હતું કે તેઓ મોરબી ખાતે આઇસર લઈને ફેરો કરવા ગયાં હતાં અને રાત્રીના નવ વાગ્યાની આસપાસ તેઓ ઘેર આવતા તેની પત્નીએ જણાવ્યું હતું કે મોટો પુત્ર ધ્રુવ (કાનો) બપોરનો રમવા ગયો છે અને મળતો નથી જે બાદ મેં તુરંત જ આજુબાજુના સગા સંબંધીઓને ત્યાં જાણ કરી હતી અને તપાસ કરી હતી પરંતુ આજદિન સુધી મારો મોટો પુત્ર ધ્રુવ (કાનો) હજુ સુધી મળ્યો નથી.

    આ પણ વાંચો : સુરત : હ્રદય દ્રાવક વીડિયો, પાલિકાએ લારી ચલાવતા બાળકને 400 રૂપિયા દંડ કર્યો, માસૂમની આંખેથી ગંગા-જમના વહી

    હળવદ પોલીસે આ ઘટનામાં અજાણ્યાં ઈસમ વિરુદ્ધ ગુનો અપહરણનો ગુનો નોંધ્યો હતો અને મોરબી એસપી એસ આર ઓડેદરાએ જુદી જુદી ટિમો બનાવી અને હળવદ પોલીસ એલસીબી,એએસઓજી ટીમોને કામે લગાડી માસૂમ બાળક ધ્રુવ(કાનો) ને શોધવા આકાશ પાતાળ એક કરી દીધા છે.
    " isDesktop="true" id="1033872" >

    ત્યારે બીજી બાજુ ગુમ થયેલો ધ્રુવ પહેલી પત્ની નો હોવાનું પણ ગુમ થયેલા ધુવના પિતાએ ઉલ્લેખ કર્યો છે જેથી આ બનાવમાં ક્યાંક ને ક્યાંક કોઈ જાણ ભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે ત્યારે માસૂમ ધ્રુવ હાલ કઈ હાલતમાં હશે એ કહેવું મુશ્કેલ છે આ બનાવની વધુ તપાસ હળવદ પીઆઈ પી કે દેકાવાડિયા ચલાવી રહ્યા છે. મોરબી પોલીસે આ મામલે પોતાના તમામ સોર્સિસ કામે લગાડી દીધા છે ત્યારે આ બાળક મામલે શું તપાસ બહાર આવે છે તેના પર સૌની નજર છે.

    આ પણ વાંચો :  સોનાના ભાવમાં ઉચ્ચતમ સ્તર કરતાં 6000 રૂપિયાનો કડાકો, જાણો ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય
    First published: