કુંડારિયાનો ધમકી આપતો ઑડિયો વાયરલ, 'નાનુભાઈ 70 ટકા ઉપર મત નહીં મળે તો..'

રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયાનો ઑડિયો વાઇરલ થયો, જેમાં કુંડારિયા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય નાનુ ડોડિયાને મત માટે ધમકાવી રહ્યાં છે, ન્યૂઝ 18 આ ઑડિયોની સત્યતાની પુષ્ટી નથી કરુતું.

Jay Mishra
Updated: April 14, 2019, 12:13 PM IST
કુંડારિયાનો ધમકી આપતો ઑડિયો વાયરલ, 'નાનુભાઈ 70 ટકા ઉપર મત નહીં મળે તો..'
મોહન કુંડારિયા અને નાનુ ભાઈ ડોડિયા વચ્ચેની વાતચીતની કથિત ક્લીપ વાયરલ થઈ હતી
Jay Mishra
Updated: April 14, 2019, 12:13 PM IST
અંકિત પોપટ, રાજકોટ : રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો કથિત  ઑડિયો વાયરલ થયો છે. આ ઑડિયોમાં મોહન કુંડારિયા રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય નાનુભાઈ ડોડિયાને ધમકાવી રહ્યાં છે કે જો તેમને 70 ટકા ઉપર મત નહીં મળે તે તો તેઓ મંડળી બંધ કરાવી દેશે. આ મુદ્દે રાજકોટના લોકસભા ઉમેદવાર લલિત કગથરા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ ધમકી આપી છે. જોકે, ન્યૂઝ 18 આ ઑડિયોની પુષ્ટી નથી કરતું

વાયરલ ઑડિયોમાં મોહન કુંડારિયાએ કહ્યું, 'નાનુ ભાઈ આ વખતે મને ચૂંટણીમાં કોઠારિયાના 70-75 મત જોઈએ, ત્યારે નાનુ ડોડિયા કહે છે કે હવે એ તો જોવું પડે. ત્યારે મોહન કુંડારિયા કહે છે તમે દર ચૂંટણીમાં તમે મારી ખાંડો છો. આ બધા રોડ તમારા કારણે થયા છે. બાકી જો તમે મારી સાથે આ ચૂંટણીમાં રહેવાના હોય તો જ બાકી આ મંડળી જતી રહેશે. ત્યારે નાનુ ડોડિયા કહે છે કે સાહબે હું જિલ્લા પંચાયતનો સભ્ય છું, તમે ડાટી મારોમાં મારૂ ગામ છે અને તમે આવી રીતે ડાટી મારોમાં વ્યવસ્થિત વાત કરો.”

આ પણ વાંચો : હાર્દિકે કહ્યું,'કોંગ્રેસમાંથી મળેલી ઇજ્જત અને તાકાત સંભાળી શક્યા નહીં અલ્પેશ ઠાકોર'

જોકે, આ ઑડિયો વાઇરલ થયા બાદ રાજકોટ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર લલતિ કગથરાએ પ્રતિક્રિયા આપી હતી કે આ લોકશાહી નથી દાદાશાહી છે. મોહનભાઈનો જે વીડિયો વાઇરલ થયો છે, તેમાં મોહન ભાઈ જિલ્લા પંચાયતના સભ્યને કોઠારિયા ગામના લોકોને ધમકી આપી રહ્યાં હોય તો ભાજપના સભ્યની શું હાલત હશે. મોહન ભાઈ તમારા પગ નીચેથી જમીન સરકી રહી છે, તમે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકશાહીમાં વિશ્વાસ નથી ધરાવતા? કામ લઈને તો બધા આવે તમે એમને શું ધમકાવો છો, આ ભાજપની દાદાશાહી છે. ”

આ પણ વાંચો : અલ્પેશ ઠાકોર ધારાસભ્ય રહેશે કે નહીં ? કોંગ્રેસે કાગળ તૈયાર કર્યા

મોહન કુંડારિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે એક પણ મુદ્દો નથી, ત્યારે આવી ખોટી ઑડિયો વીડિયો વાયરલ કરે છે. મને મારા કાર્યકર્તાઓને જોરે હું લાખની લીડ મેળવીશ. ગત વખતે હું 2.5 લાખની લીડથી જીત્યો હતો આ વખતે 3 લાખનની લીડથી જીતીશ. મને આવી 'ઑડિયા વીડિયા' વિશે કઈ ખબર જ નથી.
જે કોંગ્રેસી જિલ્લા પંચાયતના સભ્ય નાનજી ભાઈ ડોડિયાના ધમકી અપાઈ છે તેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું,“ હું રાત્રે કોઠારિયા મારા ઘરે વાળુ કરીને બેઠો હતો ત્યારે મને મોહન ભાઈ કુંડારિયાનો ફોન આવ્યો હતો કે મારા માટે 70-75 ટકા મતદાન કરાવજો નહીં કરાવો તો તમારી મંડળી બંધ કરી દઈશ, હું મડળીનો પ્રમુખ છું, 30 વર્ષથી મંડળી ચલાવું છું અને જિલ્લા પંચાયતનો સભ્ય છું તમારા તરફી મતદાન કેવી રીતે કરીશ. હું મારા સમાજ, મતદારો અને પાર્ટીના આગેવાનોને પૂછીશ કે શું કરવું? અને ત્યારબાદ  ફરિયાદ કરવાનું વિચારીશ.

(ન્યૂઝ 18 આ ઑડિયોની સત્યતાની પુષ્ટી નથી કરુતું. )
First published: April 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...