અમરેલી :ટ્રકમાંથી ખાતર ઉતારતી વખતે વીજ કરંટ લાગતા મજૂરનું મોત

News18 Gujarati
Updated: June 15, 2019, 3:58 PM IST
અમરેલી :ટ્રકમાંથી ખાતર ઉતારતી વખતે વીજ કરંટ લાગતા મજૂરનું મોત
ટ્રક પરથી કવરનું દોરડું છોડતા સમયે વીજ કરન્ટ લાગતા મજૂરનું મોત થયું હતું.
News18 Gujarati
Updated: June 15, 2019, 3:58 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ વીજ કરન્ટ લાગવાની ઘટનાઓ બનતી હોય છે પરંતુ અમરેલી જિલ્લાના દેવળકી ગામે એક આંખ ઉઘાડનારી ઘટના બની છે. અમરેલીથી 60 કિલોમીટર દૂર આવેલા દેવળકીમાં ખાતર ભરેલા ટ્રકમાંથી દોરડા છોડતા વખતે ઉપરથી પસાર થતા વાયરનો કરન્ટ લાગતા એક મજૂરનું મોત થયું છે.

અમરેલીથી ખાતર ભરી એક ટ્રક દેવળકી ગામે ગયો હતો. આ ટ્રક સાથે આવેલા મજૂરને ટ્રકની ઉપર બાંધેલા કવરનું દોરડું છોડતા સમયે કરન્ટ લાગ્યો હતો. કરન્ટ લાગતા જ મજૂરનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. ટ્રકની ઉપરથી પસાર થતો વાયર કેટલો જોખમી સાબિત થઈ શકે તેનું દ્રષ્ટાંત આ કરૂણાંતિકા પરથી મળી શકે છે.

મૃતક મજૂરની ઓળખ થઈ હોવાના અહેવાલો નથી. દરમિયાન મજૂરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જે ગામે ઘટના ઘટી તે દેવળકી અમરેલી જિલ્લાના કુકાવાવ-વડિયા તાલુકાનું ગામ છે.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...