Home /News /kutchh-saurastra /

કચ્છ: 20મી સદીમાં બનેલી લાકડાની હાથીની પ્રતિકૃતિનો સીધી સંબંધ કચ્છ અને કોચીન વચ્ચે, જાણો વિશેષતા

કચ્છ: 20મી સદીમાં બનેલી લાકડાની હાથીની પ્રતિકૃતિનો સીધી સંબંધ કચ્છ અને કોચીન વચ્ચે, જાણો વિશેષતા

એરાવત

એરાવત હાથીની પ્રતિકૃતિ

કચ્છ મ્યુઝિયમમાં (Kutch Museum) આવેલી એક લાકડાની પ્રતિકૃતિ (Wooden Elephant) કચ્છ અને કોચીન (Cochin) વચ્ચે સંબંધ બનાવે છે.

    કચ્છ: દરેક વિસ્તાર અને સમાજની પોતાની એક આગવી કળા અને પરંપરા હોય છે અને ઘણી વખત વિવિધ કળા પરંપરાઓ સાથે મળી સમાજો અને વિસ્તારો વચ્ચે સંબંધ બનાવે છે. આવી જ રીતે કચ્છ મ્યુઝિયમમાં (Kutch Museum) આવેલી એક લાકડાની પ્રતિકૃતિ (Wooden Elephant) કચ્છ અને કોચીન (Cochin) વચ્ચે સંબંધ બનાવે છે. કચ્છ મ્યુઝિયમમાં આવેલી ઇન્દ્ર દેવના (Indradev) વાહન એરાવત (Airavat) હાથીની લાકડાની પ્રતિકૃતિ હજારો કિલોમીટર દૂર બે જિલ્લા અને ત્રણ ધર્મ સાથે સંકળાયેલ છે.

    કચ્છ મ્યુઝિયમના પહેલા માળ પર પહોંચતા જ સફેદ હાથીની એક વિશાળ પ્રતિકૃતિ દર્શકોનું સ્વાગત કરે છે. સામાન્ય વ્યક્તિને આ પ્રતિકૃતિ વધુમાં વધુ ફક્ત કોતરણીકામ અને ચિત્રકળાનું એક સુંદર નમૂનો લાગે. પણ વાસ્તવમાં આ પ્રતિકૃતિ 2300 કિલોમીટર દૂર બે અલગ અલગ વિસ્તારો વચ્ચે સંબંધ ધરાવે છે. ઇન્દ્રદેવનું વાહન મનાતા એરાવત હાથીની આ પ્રતિકૃતિ 20મી સદીમાં કેરળ રાજ્યના કોચીનમાં બની હતી. ત્યાંથી આ સ્ટોન મોડલ કચ્છના માંડવી મધ્યે આવ્યું હતું અને અહીંના શાંતિનાથ જૈન દેરાસરમાં રાખવામાં આવી હતી. માંડવીના આ દેરાસરમાં ધાર્મિક રેલીઓ વખતે આ લાકડાની પ્રતિકૃતિને રસ્તાઓ પર સાથે લઈને ચાલવામાં આવતો હતો.

    આ પણ વાંચો: surat:લવજી બાદશાહની પુત્રીના લગ્નમાં બે દિવસમાં હજારો લોકો ભેગા થયા, કોરોના નિયમના ધજાઘરા

    આ પ્રતિકૃતિનું પાણી અને દરિયા સાથે એક ખાસ સંબંધ છે. હિન્દુ ધર્મ મુજબ એરાવત હાથીનું સર્જન સમુદ્રમંથનમાંથી થયું હતું. તે ઉપરાંત આ પ્રતિકૃતિ જ્યાં બની છે તે કોચીન દરિયાકિનારે આવેલું છે, તેના બાદ માંડવી લાવવામાં આવ્યું તે પણ દરિયાકિનારે છે. હાલમાં કચ્છ મ્યુઝિયમ પણ હમીરસર તળાવના કિનારે આવેલું છે અને મ્યુઝિયમની અંદર આ પ્રતિકૃતિને એવી રીતે મૂકવામાં આવી છે કે હાથીનો મુખ માંડવી તરફની દિશામાં હોતાં તે દરિયા તરફ નજર કરી રહ્યું છે.

    આ પણ વાંચો: GPSCના ચેરમેન દિનેશ દાસા પદ પરથી વિદાય લેશે, UPSCમા મેમ્બર સેક્રેટેરી થવાનું પાક્કું?

    આવી અનેક રીતે આ પ્રતિકૃતિ અનોખી હોતાં કચ્છ મ્યુઝિયમ દ્વારા 1975માં આને ખરીદીને મ્યુઝિયમમાં મૂકવામાં આવી હતી. 1977માં કચ્છ મ્યુઝિયમના 100 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે ભારત સરકાર દ્વારા આ એરાવત હાથીની પ્રતિકૃતિ દર્શાવતી પોસ્ટ ટિકિટ પણ જાહેર કરવામાં આવી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    આગામી સમાચાર