Home /News /kutchh-saurastra /

કચ્છ : વર્ષોથી ચાલતા દારૂના દૂષણે જીવવું હરામ કર્યુ, ઝૂરા ગામની મહિલાઓ પહોંચી પોલીસ સ્ટેશને

કચ્છ : વર્ષોથી ચાલતા દારૂના દૂષણે જીવવું હરામ કર્યુ, ઝૂરા ગામની મહિલાઓ પહોંચી પોલીસ સ્ટેશને

ગામની

ગામની મહિલાઓ દ્વારા પોલીસ સમક્ષ રજૂઆત કરાઈ હતી

સાત દિવસમાં પગલાં ન લેવાય તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જનતા રેડ કરાશે

    કચ્છ : ભુજ (Bhuj) તાલુકાના ઝુરા ગામ (Zura Village)માં વર્ષોથી દારૂનો દૂષણ સતત વધતો રહેવાની ફરિયાદ ગામની મહિલાઓ દ્વારા કરાઇ રહી છે. આજે આ ગામની મહિલાઓ દ્વારા નવા બનેલા માધાપર પોલીસ (Madhapar Police) સ્ટેશને આ મુદ્દે રજૂઆત કરી યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે ઝુરા ગામની મહિલાઓ દ્વારા પ્રથમ વખત આ મુદ્દે પોલીસને લેખિતમાં રજૂઆત કરાઈ છે. આ આવેદનમાં ગામની મહિલાઓ સાથે આવેલા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરોએ સાત દિવસમાં પગલાં નહીં લેવાય તો જનતા રેડ પાડવાની ચીમકી અપાઇ હતી. માધાપર પોલીસ સ્ટેશનના પીઆઈ યશોદાબેન લેઉવા દ્વારા આ મુદ્દે પૂરતાં પ્રયત્ન કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી અપાઈ હતી.
    First published:

    Tags: Alcohol, Kutch, Prohibition, કચ્છ, દારૂ, દારૂબંધી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन