રાજ્યભરમાં ઠંડીનું જોર સતત વધતુ જઈ રહ્યું છે. ગાત્રો થીજાવતી ઠંડીથી લોકો ઠુઠવાઈ રહ્યાં છે.એક તરફ કડકડતી ઠંડી અને તેમાય તેજ ગતિએ વાતા ઠંડા પવને લોકોના હાલ બેહાલ કર્યા છે. ઠંડીનું પ્રમાણ વધતા તેની અસર જનજીવન પર વર્તાઈ રહી છે. જ્યાં સવારે અને સાંજે માર્ગો પર સન્નાટો જોવા મળી રહ્યો છે. ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ લોકો ઠંડીથી બચવા પ્રયાસ કરી રહ્યાં છે. આપને જણાવી દઈયે કે માયનસ 5.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડી હજી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં ઠંડીનું જોર વધવાની સાથે સાથે વહેલી સવારે અને મોડી સાંજ બાદ શહેરીજનોને રીતસરના ઠુંઠવાવાનો વારો આવી રહ્યો છે. માઉન્ટ આબુમાં શુક્રવારે પણ લઘુત્તમ તાપમાન માઇનસ 1 ડિગ્રી નોંધાયું હતું. જેના લીધે વાહનો સહિત પાણીના પાત્રોમાં બરફ બાઝી ગયો હતો.
ગુજરાતના લોકો માટે સ્વર્ગ સમાન ગણાતા માઉન્ટ આબુમાં છેલ્લા અઠવાડિયાથી સતત ઠંડીનો ચમકારો યથાવત્ રહેતા જનજીવન પર માઠી અસર પડી રહી છે. માઉન્ટની લીલી લીલી હરિયાળી પર છેલ્લા અઠવાડિયાથી બરફની સફેદ ચાદર ઢંકાઇ ગઇ છે.
દિવસભર પણ વાતાવરણ ઠંડું રહેવાને કારણે લોકો ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળવાનું પસંદ કરી રહ્યા છે. શુક્રવારે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયા 5.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયુંહ તું. શુક્રવારે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. પવનની ગતિ અને દિશા બંને બદલાયા હતા.
હવામાન વિભાગ દ્વારા વિવિધ શહેરોના લઘુત્તમ તાપમાનની જાહેર કરેલી વિગતો પ્રમાણે શુક્રવાડે ડિસાનું તાપમાન 9.4 ડિગ્રી, વડોદરાનું 10.4 ડિગ્રી, સુરતનું 14.1 ડિગ્રી, રાજકોટનું 11.7 ડિગ્રી, પોરબંદરનું 14.3 ડિગ્રી, ગાંધીનગરનું 9.5 ડિગ્રી, સુરેન્દ્રનગરનું 12.3 ડિગ્રી, અમરેલીનું 10 ડિગ્રી, કંડલા એરપોર્ટનું લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર