Home /News /kutchh-saurastra /

ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું, નલીયા 4.4 ડિગ્રી તાપમાન સાથે ઠુંઠવાયું

ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું, નલીયા 4.4 ડિગ્રી તાપમાન સાથે ઠુંઠવાયું

પ્રતિકાત્મક તસવીર

કાશ્મીરમાં તાપમાનનો પારો ગગડીને માઇનસથી નીચે પહોંચ્યો હતો. જેની અસર ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરીવળ્યું છે.

    હિમાચલના પહાડોમાં હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું કાતિલ મોજું ફરીવળ્યું હતું. હિમાલયની વર્વતમાળામાં જ્યાં જુઓ ત્યાં બરફની સફેદ ચાદર છવાઇ ગઇ હતી. કાશ્મીરમાં તાપમાનનો પારો ગગડીને માઇનસથી નીચે પહોંચ્યો હતો. જેની અસર ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરીવળ્યું છે. ગુજરાતમાં 4.4 ડિગ્રી તાપમાન સાથે નલીયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. જ્યારે કંડલા 6.2 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબરે રહ્યું છે.

    આ ઉપરાંત ગુજરાતના બીજા શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 10.5 ડિગ્રી, ગાંધીનગરમાં 9.6 ડિગ્રી, અમરેલીમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે સાથે વડોદરામાં 10.8 ડિગ્રી, રાજકોટાં 11 ડિગ્રી, ભાવનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાતા ગુજરાતના લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.

    ઉત્તર ગુજરાતના ડીસામાં 9.0 ડિગ્રી અને મહુવામાં પણ 9.6 ડિગ્રી તપામાન નોંધાયું હતું. આમ ગુજરાતમાં સરેરાશ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.

    ઉત્તર ભારતની વાત કરીએ તો કારગિલમાં તાપમાન માઇનસ 14.9 ડિગ્રી નોંધાયું હતું. લેહમાં માઇનસ 6 અને પહેલગામમાં માઇનસ 8.4, ગુલબર્ગમાં માઇનસ 4 ડિગ્રી અને કટરામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ખેતરોમાં ઊભા પાક અને વૃક્ષો પર જ્યાં જુઓ ત્યાં બરફ જોવા મળ્યો હતો.

    ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્વિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશણાં હાડગાળી નાખે તેવી ઠંડી પડી રહી છે. પંજાબ અને હરિયાણામાં શીતલહેર ફરીવળી હતી. ચમોલીમાં બરફ છવાતાં પ્રવાસીઓની સંખ્યા વધી હતી. ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં બરફવર્ષા થઇ હતી અને ક્યાંક હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: NALIYA, Winter, ગુજરાત

    આગામી સમાચાર