શિયાળામાં ઠુંઠવાતા નલિયા શહેરમાં વધુ ઠંડી કેમ પડે છે? આ રહ્યું કારણ


Updated: January 9, 2020, 6:20 PM IST
શિયાળામાં ઠુંઠવાતા નલિયા શહેરમાં વધુ ઠંડી કેમ પડે છે? આ રહ્યું કારણ
પ્રતિકાત્મક તસવીર

નલિયા વિસ્તાર રણપ્રદેશ અને નીચાણવાળા વિસ્તારોને લીધે ઠંડીનુ પ્રમાણ વધારે છે તો ઠંડા પવનને રોકી શકે તેવુ કોઈ કુદરતી કવચ નલિયા પાસે નથી.

  • Share this:
અમદાવાદઃ કચ્છનો (Kutch) એક એવો વિસ્તાર કે જેના તાપમાનના કારણે પ્રખ્યાત બન્યો છે. શિયાળામાં (Winter) નલિયાનું (Naliya) નામ મોખરે હોય છે. કારણ કે ગુજરાતના (Gujarat) તમામ વિસ્તારો કરતા નલિયાનુ લઘુતમ તાપમાન નીચુ રહેશે.કારણ કે હિમાલયમાંથી આવતા ઠંડા પવન જ્યા પણ સ્થિર થાય ત્યા ઠંડીનું પ્રમાણ વધી જાય છે.પરંતુ ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહે છે.

કારણ કે નલિયા વિસ્તાર રણપ્રદેશ અને નીચાણવાળા વિસ્તારોને લીધે ઠંડીનુ પ્રમાણ વધારે છે તો ઠંડા પવનને રોકી શકે તેવુ કોઈ કુદરતી કવચ નલિયા પાસે નથી. તો રાત્રી દરમિયાન ઠંડા પવનને કારણે રણની રેતી ઠંડી થય જાય છે.જેના કારણે લઘુતમ તાપમાન નીચું નોંધાય છે.

નલિયા સામાન્ય ભુ સપાટીથી નીચે છે. જેના કારણે પણ નલિયા બીજા શહેર કરતા ઠંડુ રહે છે. તો કચ્છ નો આખો વિસ્તાર રણમાં છે તેમ છતા પણ ભુજ અને નલિયાના તાપમાનમાં 5 થી 7 ડિગ્રીનો તફાવત હોય છે.નલિયાની બાજુમાંથી કર્કવૃત પસાર થાય છે.અનેક લોકો માની રહ્યા છે કે કર્કવૃતને કારણે નલિયા સૌથી વધારે ઠંડુ સ્થળ રહે છે.

આ પણ વાંચોઃ-સુરતઃ બાળકીના જન્મ બાદ મહિલાનું મોત, ડૉક્ટરોની બેદરકારીનો આક્ષેપ

રાજયમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાતિલ ઠંડી નલીયાનાં નામે જ નોંધાયેલ છે. નલિયાનુ લઘુતમ તાપમાન 1964માં તમામ રેકોર્ડ તોડી દિધા હતા.અને 1964માં 0.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.અને નલિયાવાસીઓએ કાતીલ ઠંડીનો અનુભવ કર્યો હતો.ત્યાર બાદ ક્યારે નલિયાનુ લઘુતમ તાપમાન નીચુ ગયુ નથી.પરંતુ દર વર્ષ ગુજરાતના અન્ય શહેરો કરતા ઠંડુ શહેર નલિયા રહે છે.2012 પહેલી જાન્યુઆરીના નલીયાનુ લઘુતમ તાપમાન 3.2 નોધાયુ હતુ.અને ત્યાર બાદ 2020ના 9 જાન્યુઆરીના 3.3 ડીગ્રી નોંધાયુ છે.

આ પણ વાંચોઃ-સુરતઃ facebook પર સંપર્કમાં આવ્યા યુવક-યુવતી, પ્રેમલગ્ન કરવા યુવતીને ભારે પડ્યાગુજરાતમાં કચ્છનો વિસ્તાર સૌથી મોટો છે. અને કચ્છનુ 45,652 સ્કેવર કિલોમીટરમાં પથરાયેલો છે.અને કચ્છની વિશેષતા એ છે કે ત્યા નાનુ અને મોટુ બે રણ આવેલુ છે.અને બનીનુ ધાસનુ મેદાન પણ આવેલુ છે.જોકે રણ વિસ્તાર અને ઉતર તરફથી આવતા ઠંડા પવનો સીધા કચ્છ સુધી પહોચી રહ્યા છે.કારણ કે ઠઁડા પવનોને રોકી શકે તેવી કોઈ પર્વમાળા નથી.

આ પણ વાંચોઃ-પતંગ રસિયાઓ માટે સારા સમાચાર: ઉત્તરાયણના દિવસે આવી રહેશે પવનની સ્થિતિ

ત્યારે હવામાન વિભાગના ડાયરેકટર ડોકટર જયંત સરકારે જણાવ્યુ છે કે ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહે છે.તેનુ કારણ છે કે ઉતર તરફના સીધા પવનો નલિયા સુધી જાય છે.અને બીજુ કારણ છે કે રણ વિસ્તાર હોવાના કારણે રેતી ઠંડી ઝડપથી જાય છે.જેના કારણે અન્ય શહેરો કરતા નલિયાનુ લઘુતમ તાપમાન નીચુ રહે છે.તો ગરમીમાં પણ નલિયાનુ તાપમાન ઉંચુ રહે છે કારણ કે રેતી જેટલી ઝડપથી ઠંડી થાય છે તેવી રીતે ગરમ પણ ઝડપથી થાય છે.જેના કારણે નલિયા તાપમાનને કારણે જાણીતુ બન્યુ છે.

મહત્વપૂર્ણ છે કે બે દિવસ ઠંડીનુ પ્રમાણ ઘટતા લોકોને રાહત મળી હતી.પરંતુ ફરી એક વખત ઠંડીનુ જોર વધ્યુ છે.ઉતરપશ્ચિમ તરફના પવન ફુકાતા રાજ્યમાં એકા એક લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે.તાપમાન ઘટતા ઠંડુનુ પ્રમાણ વધ્યુ છે.અને શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે.કારણ કે નલિયાનુ લઘુતમ તાપમાન એક દિવસમાં 7 ડિગ્રી ઘટીને 3.3 ડિગ્રી નોંધાયુ છે.
First published: January 9, 2020, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading