Home /News /kutchh-saurastra /

Kutch: ગુજરાતભરમાં ચેરિયાના જંગલમાં ઘટાડો થયો, પરંતુ કચ્છમાં 4 ચો. કિમી. જેટલો વધારો થયો; જાણો શું છે વિશેષતા

Kutch: ગુજરાતભરમાં ચેરિયાના જંગલમાં ઘટાડો થયો, પરંતુ કચ્છમાં 4 ચો. કિમી. જેટલો વધારો થયો; જાણો શું છે વિશેષતા

દરિયાકાંઠે

દરિયાકાંઠે ચેરિયા

ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 પ્રમાણે કચ્છમાં ચેરીયાની સંખ્યામાં લગભગ 4 ચોરસ કિલોમીટર જેટલો વધારો નોંધાયો છે.

    ગુજરાતભરમાં જ્યારે ચેરીયાના ઝાડની સંખ્યામાં ઘટાડો થયો છે ત્યારે ફક્ત કચ્છમાં જ નોંધપાત્ર વધારો થયો છે. ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 પ્રમાણે કચ્છમાં ચેરીયાની સંખ્યામાં લગભગ 4 ચોરસ કિલોમીટર જેટલો વધારો નોંધાયો છે.

    મોટેભાગે મેનગૃવ્સ તરીકે જાણીતા ચેરીયાના ઝાડ ફક્ત દરિયાઈ વિસ્તારમાં ઉગે છે. ખારા પાણીમાં પણ ટકી શકતા આ ઝાડ દરિયાના તટ પર જોવા મળે છે, જ્યાં અન્ય કોઈ વનસ્પતિ ઉગી શકતી નથી. આ ચેરીયાના ઝાડા દરિયાકાંઠાની ઇકોલોજીને ટકાવી રાખવા મહત્વનો ભાગ ભજવે છે.

    ગુજરાતનો ચોથા ભાગની જમીન પર કચ્છ આવેલું છે ત્યારે ભારતની સૌથી મોટી દરિયાઈ સપાટી ધરાવતા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાની દરિયાઈ સપાટી પણ ખૂબ લાંબી છે. આ દરિયાઈ સપાટી પર અનેક જગ્યાએ ચેરીયાના વૃક્ષ જોવા મળે છે. રણના વાહન ઊંટ પણ આ ચેરિયા આરોગી પોતાને પોષણ પૂરું પાડે છે.

    હાલમાં જ કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા નેશનલ સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ભારતમાં દરેક પ્રકારના વૃક્ષ વિશે માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટ મુજબ છેલ્લા બે વર્ષમાં દેશના કુલ ફોરેસ્ટ કવરમાં 2,261 કિલોમીટરનો વધારો થયો છે.

    ચેરીયાના જંગલોની વાત કરીએ તો ગુજરાતમાં બે ચોરસ કિલોમીટરનો ઘટાડો થયો છે જ્યારે કે કચ્છમાં આ જંગલ 3.97 ચોરસ કિલોમીટર જેટલા વધ્યા છે. દેશમાં ચેરીયાના જંગલ કુલ 4,992 ચો. કી.મી.માં ફેલાયેલો છે જ્યારે કે તેમાંથી માત્ર કચ્છમાં જ 798 ચો. કિ.મી. છે જે દેશના કુલ વિસ્તારનો 15 ટકા છે. ઉપરાંત દેશમાં સૌથી વધારે ચેરીયાના જંગલ ધરાવતા ત્રણ જિલ્લામાં પણ કચ્છનું નામ આવે છે. દેશમાં સુંદરવન બાદ કચ્છમાં સૌથી વધારે ચેરીયા જોવા મળે છે.

    આ પણ વાંચો: સોખડા: 'એક સંત જામનગરવાળીને લઇને ફરે, બીજા કરોડો બિલ્ડરને આપે તો પણ કાંઇ ન કહેવાય'

    ગુજરાતમાં કચ્છ સિવાય અમરેલી, ભરૂચ, ભાવનગર અને જૂનાગઢમાં ચેરિયામાં આંશિક વધારો નોંધાયો છે જ્યારે કે અન્ય જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ચેરિયામાં ચિંતાજનક એવો 4.67 ચો. કિમી.નો ઘટાડો થયો છે.

    દેશમાં સૌથી લાંબી સમુદ્રી તટ ધરાવતા ગુજરાત રાજ્યના સૌથી કોટા જિલ્લામાં આ વનસ્પતિનું પ્રમાણ વધવું એ વન્યજીવ તેમજ માનવ સૃષ્ટિ માટે એક શુભ સંકેત છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    આગામી સમાચાર