Home /News /kutchh-saurastra /

કચ્છ: દેહ વ્યાપારમાં ધકેલાયેલી પ.બંગાળની ગુડિયા છ વર્ષ બાદ રૂ.સાત લાખની FD સાથે પરત ફરી

કચ્છ: દેહ વ્યાપારમાં ધકેલાયેલી પ.બંગાળની ગુડિયા છ વર્ષ બાદ રૂ.સાત લાખની FD સાથે પરત ફરી

પશ્વિમ

પશ્વિમ બંગાળની ગુડિયા

વર્ષો પહેલા પશ્ચિમ બંગાળમાં ઘરેથી ભાગીને કચ્છ આવી દેહ વ્યાપારમાં ધકેલાયેલ યુવતી છ વર્ષ બાદ પોતાના ઘરે પરત ફરી હતી

    કચ્છઃ વર્ષ 2015માં પોલીસ દ્વારા દેહ વ્યાપારમાંથી મુક્ત કરાયેલ ગુડિયા છ વર્ષ બાદ આજે પોતાના ઘરે પરત ફરી હતી. મૂળ પશ્ચિમ બંગાળની આ યુવતીને કચ્છમાં ચાલી રહેલા દેહ વ્યાપારના ગોરખ ધંધામાંથી મુક્ત કરી પોલીસ દ્વારા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવી હતી. કોર્ટ દ્વારા યુવતીને ઘરે પરત જવાની રજા અપાયા બાદ કોઈ કારણોસર યુવતીએ ઘરે જવાની ના પાડી હતી.

    અને મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે જ રહી હતી. મહિલા આશ્રમથી નીકળી થોડા સમય માટે કચ્છમાં જ નોકરી કર્યા બાદ ફરી આશ્રમ પરત આવી હતી અને આજે તેના માતા તેને લેવા આવતા, તેમની સાથે પરત ઘરે જવા રવાના થઈ હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યુવતીને રૂ. 7 લાખની ફિક્સ ડિપોઝિટ ભેટમાં અપાઈ હતી.
    First published:

    Tags: Prostitution, Rescue, West bengal, દેહ વ્યાપાર, પશ્ચિમ બંગાળ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन