kutch weather: બે દિવસની માવઠાની આગાહી વચ્ચે પ્રથમ દિવસ રાહત, કેવું રહેશે વાતાવરણ?
kutch weather: બે દિવસની માવઠાની આગાહી વચ્ચે પ્રથમ દિવસ રાહત, કેવું રહેશે વાતાવરણ?
પ્રતિકાત્મક તસવીર
kutch weather news: સમગ્ર રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો (Decrease in cold) થઈ ગયું છે અને છેલ્લા બે દિવસોથી તાપમાન સામાન્ય નોંધાઈ રહ્યું છે. છેલ્લાં થોડાક દિવસોથી ઠંડીનો ચમકારો પણ ઘટી ગયું છે.
kutch news: કચ્છ જિલ્લામાં ગઈકાલથી વરસાદની આગાહી (Rain forecast) વચ્ચે વાદળછાયું (Cloudy sky) વાતાવરણ ઉભુ થયુ છે. પણ શુક્રવારે આકાશ વાદળોથી ઘેરાયેલું હોવા છતાંય વરસાદ ન વરસતાં ખેડૂતોની ચિંતામાં (Farmers' tension) રાહત થઈ હતી. દિવસભર પવનની ગતિ વધારે રહી હતી જે કારણે માવઠું (unseasonal rain) વરસવાની શક્યતા જણાઈ રહી હતી. જો કે આજે શનિવારે પણ જિલ્લામાં માવઠાની આગાહી છે.
સમગ્ર રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો (Decrease in cold) થઈ ગયું છે અને છેલ્લા બે દિવસોથી તાપમાન સામાન્ય નોંધાઈ રહ્યું છે. છેલ્લાં થોડાક દિવસોથી ઠંડીનો ચમકારો પણ ઘટી ગયું છે. ગઈકાલે સવારથી જ રાજ્યના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને 8.30 વાગ્યાના અરસામાં સુરજના દર્શન થયા હતા.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યા છે. તો આજે કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરને પગલે ઠેર ઠેર કમોસમી વરસાદ વરસી શકે છે .આજના દિવસે પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં આગાહી મુજબ સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને માવઠાની આગાહી વચ્ચે માક આવી હતી તો પશ્ચિમ કચ્છમાં ગાઢ ધૂમમ્સ છવાઈ હતી તો 9 વાગ્યા બાદ સુરજના દર્શન થયા હતા અને સામાન્ય તાપમાન નોંધાયું હતું. તો આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યના જિલ્લાઓમાં 11 ડિગ્રીથી 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સૌથી ઓછું તાપમાન રાજ્યના મહાનગર ગાંધીનગર ખાતે 11.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં ઘટ્યું હતું અને મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય ડિગ્રી નોંધાયું હતું.
કચ્છની વાત કરીએ તો જિલ્લામથક ભુજમાં શનિવારે ન્યુનત્તમ 18.6 ડિગ્રી નોંધાયું હતું. કચ્છમાં સૌથી વધારે ઠંડું રહેતું નલિયા મથક પણ 19.8 ડિગ્રી રહ્યું હતું તો બીજી તરફ કંડલાનું ન્યુનત્તમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર