ભુજ શહેરમાં (Bhuj city) છેલ્લા લાંબા સમયથી ઠેર ઠેર રસ્તાઓની કફોડી હાલત વિશે શહેરીજનો પાસેથી રાવ સંભાળવા મળી રહી છે. શહેરમાં ઠેર ઠેર રસ્તા પર ખાડા પડ્યા છે તો ક્યાંક ગટર (gutter overflow) વહી રહી છે તો ક્યાંક રસ્તાઓ નીચેની પાણીની લાઈનમાં (Crack in waterline) ભંગાણ થકી રસ્તાઓ પર પાણી વહી નીકળી રહ્યા છે. ગત અઠવાડિયે જ ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Bhuj A Division police station) બહાર રસ્તા પર મોટો ભૂવો પડ્યો હતો જેનું નગરપાલિકા (Bhuj Nagarpalika) દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું પણ અઠવાડિયામાં જ રસ્તા નીચે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું અને પાણી વહીને પાસે આવેલા પોલીસ સ્ટેશનની પાર્કિગમાં ઘૂસ્યા હતા.
ગત અઠવાડિયે જ ભુજના સિટી પોલીસ સ્ટેશન બહાર રસ્તા પર મોટો ભૂવો પડ્યો હતો અને ભુવા અંદર પાણી ભરાયેલું હોવાનું જોવા મળ્યું હતું. ભુજ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા પર પડેલા ભુવા માટે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. સમારકામ ને હજુ તો એક અઠવાડિયો પણ પૂરો થયો નથી ત્યારે ફરી એક વખત તે જ સ્થળ પર ફરી રસ્તામાંથી પાણી વહી નીકળ્યા હતા.
સંભવિતપણે રસ્તા નીચે આવેલી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યો હોતાં પાણી વહી નીકળ્યાં હોય તેવું અનુમાન આસપાસના ધંધાર્થીઓએ લગાડ્યું હતું. રસ્તામાંથી નીકળેલા પાણી બાજુમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા હતા. પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પાર્કિગની જગ્યા રસ્તામાંથી વહી નીકળેલા પાણીથી ભરાઇ હતી.
ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા દ્વારા આજે સવારે જ નગરપાલિકાના ચીફ ઓફિસરને વોર્ડ 1 અને 2માં પીવાનું પાણી ન મળતાં હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. સાંજે વહી નીકળેલા પાણી મુદ્દે વિપક્ષી નેતા કાસમ સમાએ નગરપાલિકાના શાસન વિરૂદ્ધ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પાણી નથી મળતું ત્યારે આ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. \"હવે ભુજની પ્રજાને સમજવાની જરૂર છે અને જ્યાં સુધી આ લોકોએ જાકારો નહીં અપાય ત્યાં સુધી a સમસ્યાઓનો હળ નથી આવવાનો,\" તેવું કાસમભાઈએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલાં જ ભુજના ખેંગાર પાર્ક પાસે પણ પાણીની લાઈનમાં ભંગાણ પડતાં રસ્તા પર મોટા ભુવા પડ્યા હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર