Home /News /kutchh-saurastra /

Kutch: મુન્દ્રા પોર્ટ પર કન્ટેનરમાંથી પાકિસ્તાની આર્મીની યુદ્ધ સામગ્રીઓ મળી, એજન્સીઓ સતર્ક

Kutch: મુન્દ્રા પોર્ટ પર કન્ટેનરમાંથી પાકિસ્તાની આર્મીની યુદ્ધ સામગ્રીઓ મળી, એજન્સીઓ સતર્ક

મુદ્રા પોર્ટની ફાઈલ તસવીર

કેન્દ્રીય એજન્સીઓ (Central Agencies) સાથે કસ્ટમે (Customs) છેલ્લા થોડા દિવસોથી સતત તપાસ હાથ ધરી છે અને ઇનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે દરમિયાન પહેલા અમેરિકન ગાંજો (American Cannabis) ત્યારબાદ ખસખસ (Poppy) અને સોપારીનો (Betel nut) જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    Kutch: મુન્દ્રા પોર્ટ (Mundra Port) પર કેન્દ્રીય એજન્સીઓ (Central Agencies) સાથે કસ્ટમે (Customs) છેલ્લા થોડા દિવસોથી સતત તપાસ હાથ ધરી છે અને ઇનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે દરમિયાન પહેલા અમેરિકન ગાંજો (American Cannabis) ત્યારબાદ ખસખસ (Poppy) અને સોપારીનો (Betel nut) જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે હવે પોર્ટ પર અટકાવેલા આયાતી ભંગારના કન્ટેનરોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી પાકિસ્તાની લશ્કર દ્વારા વપરાશમાં લેવાતી યુદ્ધની સામગ્રી (war equipments used by Pakistani army) મળી આવી હતી. આફ્રિકાથી આયાત (Imported from Africa) થયેલા 200 ટન ભંગારમાં પાકિસ્તાની સામગ્રી મળી આવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

    મળતી પ્રાથમિક માહિતી મુજબ અમદાવાદની સાઈ બંધન ઇન્ફીન્યુયમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મુન્દ્રા બંદર પર આવેલ હિંદુ ટર્મિનલ ખાતે સ્ક્રેપના શિપિંગ બિલ તળે આફ્રિકાથી આવેલા 10 કન્ટેનર આયાત કરવામાં આવ્યા હતા, જેમાં ભંગારનો જથ્થો હતો. કસ્ટમને બાતમી મળી હતી કે આ ભંગારના જથ્થામાં વાંધાજનક સામગ્રી છે જેથી આ કન્ટેનરોને રોકવામાં આવ્યા હતા. અને આ 200 ટન જેટલું વજન ધરાવતા ભંગારના જથ્થાની તપાસ હાથ ધરવામાં આવી હતી. ભંગારના જથ્થામાંથી એજન્સીને પાકિસ્તાની સેના દ્વારા વપરાતી વસ્તુઓ મળી આવી છે. આ સામગ્રીઓ ડ્યૂટી ચોરી કરાઇ હોવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં આજે પડશે કડકડતી ઠંડી, આવતીકાલથી નોંધાશે તાપમાનમાં વધારો

    કસ્ટમ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી જેમાં ભંગારની સાથે પાકિસ્તાન આર્મી દ્વારા વપરાયેલી યુદ્ધ સામગ્રી પણ મળી આવી હતી. ભંગાણના સામાન વચ્ચે પાકિસ્તાન આર્મી દ્વારા વપરાશમાં લેવાતા ઇક્વિપમેન્ટના અવશેષો મળી આવ્યા હતા જેથી કસ્ટમ અને ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ જેવી એજન્સીઓ પણ હરકતમાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનથી આયાત થતા ભંગાર પર 200 ટકા ડયૂટી વસૂલવામાં આવતી હોય છે. આ કન્ટેનરો આફ્રિકાથી આવ્યા હોવાના લીધે પાકિસ્તાનથી મુન્દ્રા વાયા આફ્રિકા લાવીને ડ્યૂટી ચોરી કરાઇ હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

    પાકિસ્તાન લશ્કર દ્વારા વપરાયેલી યુદ્ધ સામગ્રી ભંગારમાં મળી આવતા આવનારા દિવસોમાં આ પ્રકરણની તપાસમાં સુરક્ષા એજન્સીઓ પણ જોડાશે. કસ્ટમ દ્વારા પણ વધારે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ પણ રહેલી છે.

    આ પણ વાંચો: ધંધુકા firing with murder કેસમાં મોટો ખુલાસો, બે મૌલવીની સંડોવણી આવી સામે

    ઉલ્લેખનીય છે કે મુન્દ્રા પોર્ટ પર થોડા મહિના અગાઉ ડ્રગ્સનો વિક્રમી જથ્થો પકડાયા બાદ સર્વે ઇન્ટેલિજન્સ એજન્સીઓની નજર મુન્દ્રા પોર્ટ પર છે. ત્યારે થોડા દિવસો અગાઉ જ પોર્ટ પર આવેલું અમેરિકી ગાંજો ઝડપાયો હતો અને ત્યારબાદ ખસખસ અને બાદમાં સોપારીનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, Mundra Port, કચ્છ

    આગામી સમાચાર