વેલેન્ટાઇન ડે પહેલા મોરલ પોલિસિંગ, વીજળીના થાંભલે બાંધી યુવકની પીટાઇ
કચ્છના રાપરમાં એક યુવકને વિજળીના થાંભલા સાથે બાંધીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો
News18 Gujarati
Updated: February 13, 2019, 7:40 AM IST
News18 Gujarati
Updated: February 13, 2019, 7:40 AM IST
વેલેન્ટાઇન -ડે પહેલા પ્રેમી-પ્રેમીકાઓ સાવધાન થઈ જજો. વેલેન્ટાઈન-ડે પહેલા ગુજરાતમાં મોરલ પુલિસિંગના બે વીડિયો સામે આવ્યા છે. જેમાંથી એક વીડિયોમાં યુવકને વિજળીના થાંભલાથી બાંધીને તેને કથિત અફેર માટે અપશબ્દો કહેવામાં આવી રહ્યા છે અને ઘણો માર મારવામાં આવી રહ્યો છે. બીજા વીડિયોમાં કેટલાક લોકો એક પ્રેમી યુગલને ઉત્પીડન કરી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે કે તે આગળ એકબીજાના સંપર્કમાં રહેશે તો ખરાબ સ્થિતિ થશે. જોકે વીડિયોના સમય પર સવાલ ઉઠી રહ્યા છે. વેલેન્ટાઇન ડે પહેલા આ વીડિયોને ફેલાવવામાં આવી રહ્યા છે.
પોલીસે એક વીડિયોની લોકેશનની શોધી કાઢતા કહ્યું હતું કે પ્રથમ વીડિયો કચ્છ જિલ્લાના રાપર તાલુકાનો છે અને તેમાં સામેલ આરોપીને પકડી લીધો છે. જોકે બીજા વીડિયોમાં પીડિત અને આરોપીઓની ખબર પડી નથી.
કચ્છના રાપરમાં એક યુવકને વિજળીના થાંભલા સાથે બાંધીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. જેમાં યુવકને થાંભલા સાથે બાંધીને એક પુરુષ લાકડી વડે ઢોર માર મારી રહ્યો છે. જ્યારે હાજર અન્ય લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી. મળતી માહિતી પ્રમાણે આવેલા એક ગામમાં યુવક અને યુવતી અવાવરૂં જગ્યાએ રંગરેલિયા મનાવતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. જેથી યુવકને આ સજા કરાઈ હતી.

Loading...