Kutch: લોરિયા ગામે બે મંદિરમાં થયેલી ચોરી માટે ટીમો બનાવવા માંગ, વિશાળ રેલી યોજી વિરોધ દર્શાવ્યો
Kutch: લોરિયા ગામે બે મંદિરમાં થયેલી ચોરી માટે ટીમો બનાવવા માંગ, વિશાળ રેલી યોજી વિરોધ દર્શાવ્યો
વિરોધની તસવીર
Kutch News: ભુજ શહેર (bhuj city) ખાતે લોરીયા તેમજ તેની આસપાસના પાવરપટ્ટી વિસ્તારના ગામોના લોકો સહિત કચ્છભરમાંથી લોકોએ વિશાળ રેલી યોજી વિરોધ (protest) દર્શાવ્યો હતો.
કચ્છઃ દોઢ માસ અગાઉ ભુજ (bhuj) તાલુકાના લોરિયા ગામે (loriya) એક સાથે બે મંદિરોમાં થયેલી ચોરી બાદ પોલીસની (police) તપાસમાં કંઈ ખાસ વધારો ન થયું હોતા ગ્રામજનો આકરા પાણીએ ચડ્યા છે. બુધવારે ભુજ શહેર (bhuj city) ખાતે લોરીયા તેમજ તેની આસપાસના પાવરપટ્ટી વિસ્તારના ગામોના લોકો સહિત કચ્છભરમાંથી લોકોએ વિશાળ રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો.
ઘટનાની હકીકત મુજબ ફેબ્રુઆરી 4ના લોરિયા ગામે આવેલા માતાજીના મંદિરમાં ત્રણ ચોર ત્રાટક્યા હતા. સવારે મંદિરના પૂજારી મંદિરે પહોંચ્યા હતા તે સમયે તેમનું ધ્યાન તાળો અને કડી તુટલા મંદિરના મુખ્ય દ્વાર પર પડ્યું હતું જે બાદ અંદર પ્રવેશ કરતા જ સોના ચાંદીના આભૂષણો પણ ગાયબ હતા.
ગ્રામજનોએ ભેગા થઈ ગામના અન્ય એક મંદિરની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ત્યાં પણ તસ્કરોએ આભૂષણોની ચોરી કરી હતી. એક જ રાતમાં ગામના બે મંદિરોમાં તસ્કરી થતાં ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ચોરીની ફરિયાદ નોંધાવવા માધાપર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
આ બનાવના દોઢ મહિના બાદ પણ પશ્ચિમ કચ્છ પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં કોઈ સફળતા ન મળી હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. ચોરી થયાના બીજા જ દિવસે મંદિરના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા પણ છતાંય હજુ તપાસ આગળ ન વધી હોતા ગ્રામજનોમાં અસંતોષની લાગણી વ્યાપી છે.
લોકોએ લખાવેલ ફરિયાદ મુજબ માતાજીને ચડાવેલ 800 ગ્રામનો મુગટ, એક કિલો છત્તર, સોનાની નથડી, સોનાનું છત્તર, 500 ગ્રામ ચાંદીનું મુગટ, સોનાની નથડી, ચાંદીનું અડધા કિલોનું છત્તર તેમજ અન્ય અનેક આભૂષણો ગણી રૂ. 8.5 લાખથી વધારેના આભૂષણો ચોરાયા હતા.
તો બુધવારે તંત્રને જગાડવા કચ્છી ભાનુશાલી સમાજ સહિત અન્ય સમાજોએ મળી ભુજ ખાતે એક વિશાળ રેલી મારફતે જિલ્લા કલેક્ટર તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું હતું. લોકોની માંગ છે કે આ ચોરીને ઉકેલવા એક અલગ ટીમ બનાવવામાં આવે જેથી આરોપીઓને જલ્દી પકડી શકાય. તો બીજી તરફ અનેક ગ્રામજનો પણ ચોરીનો ભેદ ન ઉકેલાય ત્યાં સુધી ઉપવાસ પર બેઠા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર