કચ્છના માંડવીમાં મેઘ તાંડવ, નદીના પૂરમાં એક જ પરિવારના 14 લોકો ફસાયા, રેસ્ક્યૂનો દિલધડક Video

News18 Gujarati
Updated: June 22, 2020, 5:05 PM IST
કચ્છના માંડવીમાં મેઘ તાંડવ, નદીના પૂરમાં એક જ પરિવારના 14 લોકો ફસાયા, રેસ્ક્યૂનો દિલધડક Video
દોરડા મૂકીને રેસ્ક્યૂ કરવામાં આવ્યું તેના દૃસ્યો દિલધડક છે

માંડવીમાં 48 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, નવા વર્ષે પહેલાં કચ્છ પર મેઘરાજા મહેરબાન

  • Share this:
મેહૂલ સોલંકી, કચ્છ : કચ્ચના માંડવીમાં વરસાદે નવા વર્ષ પહેલાં જ હેત વરસાવ્યું છે, જોકે, આ દરમિયાન 48 કલાકમાં ખાબકેલા 12 ઇંચ વરસાદથી માંડવી પાણીપાણી થયું હતું. દરમિયાન આજે ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવી ગયું હતું. ડેમમાંથી આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં એક જ પરિવારના 14 લોકો ફસાઈ ગયા હતા. જોકે, આ અંગેની જાણ પાલિકા તંત્રને થતા તાત્કાલિક રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અંગે માંડવી ભાજપ અગ્રણી પંકજ રાજગોરે જણાવ્યું કે મંદિરના ઉપરવાસમાં ડેમમાંથી પાણી આવતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. દરમિયાન પાલિકાના ધ્યાનમાં આવ્યું કે આ નદીમાં એક પરિવાર ફસાઈ ગયું છે. જેથી તાત્કાલિક બોટ મોકલવામાં આવી હતી અને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને તમામ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. જોકે, નદીના પાણીના ધસમસતા પ્રવાહમાં પશુ તણાયા હતા.

માંડવીમાં આજે સવારે 6 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો

માંડવીમાં મેઘરાજાએ નવા વર્ષ અષાઢી બીજ પહેલાં જ હેત વરસાવ્યું છે. કચ્છીમાળુઓના નવ વર્ષ પહેલાં જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે. આજે સવારે પણ 6.00 વાગ્યાથી 12.00 વાગ્યા સુધીમાં માંડવીમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા 48 કલાકમાં 12થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો :  કચ્છ : માંડવીમાં ચાર કલાકમાં 4.5 ઇંચ વરસાદ, સોસાયટીમાં પાણી ફરી વળ્યા Video

પશુઓ તણાયા

પંજક રાજગોરના જણાવ્યા મુજબ પાણીના પ્રવાહમાંથી માણસોનું રેસ્ક્યૂ કરાયું હતું દરમિયાન પશુઓ પણ તણાયા હોવાના અહેવાલો હતા. આશરે 25 જેટલા માલઢોરનું તણાઈ જતા મૃત્યુ નીપજ્યું છે. કચ્છમાં જ્યાં વાર્ષિક વરસાદની માત્રા ઓચી હોય છે તેવામાં આજે કચ્છમાં વરસાદના કારણે લોકોની અષાઢી બીજ સુધરી ગઈ છે.
First published: June 22, 2020, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading