Home /News /kutchh-saurastra /કચ્છઃ માંડવીના દરિયાકિનારે સૌપ્રથમ વખત દેખાયું અતિદુર્લભ એવું સી સ્લગ
કચ્છઃ માંડવીના દરિયાકિનારે સૌપ્રથમ વખત દેખાયું અતિદુર્લભ એવું સી સ્લગ
ખાબોચિયામાં અતિસુંદર અને અતિદુર્લભ એવી દરિયાઈ ગોકળ ગાય જોવા મળી
kutch news: માંડવીના મસ્કા ગામે (madavi news) આવેલા સેરેના બીચ પરથી દરિયાઈ પાણીના ખાબોચિયામાં અતિસુંદર અને અતિદુર્લભ એવી દરિયાઈ ગોકળ ગાય (very rare snail) જોવા મળી હતી જેને "સી સ્લગ" કહેવાય છે.
કચ્છઃ ગુજરાત (Gujarat) દેશનો સૌથી લાંબો દરિયાકિનારો (The longest coastline in the country) ધરાવતો રાજ્ય છે અને સાથે જ કચ્છ અને ખંભાત (kutch and khambhat) એવા બે અખાત પણ ધરાવે છે. કચ્છ જિલ્લો (kutch news) પણ મોટે ભાગે દરિયાથી ઘેરાયેલો છે જેથી અહીં અવારનવાર દરિયાઈ જીવસૃષ્ટિ સાથે લોકોનો પરિચય થતો રહે છે. ટુંક સમય પહેલાં જ કચ્છના માંડવી ગામના એક દરિયાકિનારે અતિદૂર્લભ એવી ગોકળ ગાય (very rare snail) જોવા મળી આવી હતી.
કચ્છમાં ઓપસ ઓશિએનિક રીસર્ચ લેબોરેટરી નામની મરીન રીસર્ચ લેબોરેટરી ચલાવતા યશેશ શાહ અને નિકી રામી શાહને ગત ડિસેમ્બરમાં પોતાની રોજિંદી રીસર્ચ દરમ્યાન માંડવીના મસ્કા ગામે આવેલા સેરેના બીચ પરથી દરિયાઈ પાણીના ખાબોચિયામાં અતિસુંદર અને અતિદુર્લભ એવી દરિયાઈ ગોકળ ગાય જોવા મળી હતી જેને "સી સ્લગ" કહેવાય છે. આ સી સ્લગ સૌપ્રથમ વખત ગુજરાતમાં જ જોવા મળી હતી જે થી તેનો વૈજ્ઞાનિક નામ "સકુરાઓલીસ ગુજરાતીકા" રખાયો છે.
આ સી સ્લગ સામાન્ય રીતે કચ્છના ખંભાતના દક્ષિણ કિનારે એટલે કે ઓખા તરફ જોવા મળે છે. ત્યાંના પોશિત્રા વિસ્તારમાં આ અનોખી પ્રજાતિનો સમૂહ વાસ રહેલો છે પણ કચ્છના દરિયાકિનારે આ જીવ દેખાયો હોય તેવી આ પહેલી ઘટના છે. રીસર્ચ લેબોરેટરી ચલાવતા દંપતિ યશેશ શાહ અને નિકી રામી શાહ દ્વારા આ વિષયે લખાયેલ લેખ મુંબઈના બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના જર્નલમાં પ્રકાશિત થયો છે.
આ વિષયે યશેશ શાહે News18 ને જણાવ્યું હતું કે આ પ્રજાતિને એક સામાન્ય ગોકળ ગાય જેમ શરીર પર શેલ નથી હોતું જેની બદલે તેને સુંદર રંગબેરંગી દોરા જેવા રૂછડા હોય છે. "દરિયાઈ જીવો શિયાળામાં બ્રીડીંગ કરતા હોય છે જે કારણે તેમની વસતી વધી હોય શકે અને ગત ડિસેમ્બરમાં આવું એક જીવ કચ્છના દરિયાકિનારે પહોંચ્યું હોય. આ વિષયે હજુ વધારે રીસર્ચની જરૂર છે કે ક્યાં કારણોસર આ પ્રજાતિ પોતાના મૂળ નિવાસ બહાર નીકળી અહીં પહોંચી છે.
પ્રાથમિક દ્રષ્ટિએ એટલું કહી શકાય કે આ જીવને પોતાનો ખોરાક અહીં મળી રહેતું હશે જેથી તે અહીં ટકી શક્યું," યશેશભાઈએ ઉમેરતા જણાવ્યું હતું. હવે ટૂંક સમયમાં શિયાળાની શરૂઆત થતાં આ ધ્યાનમાં રાખવું રસપ્રદ રહેશે કે શું આ પ્રજાતિ વધુ સંખ્યામાં કચ્છના દરિયાકિનારે જોવા મળે છે કે નહીં.