વાયુ વાવાઝોડું આવતીકાલે કચ્છ પહોંચતા ફેરવાશે ડિપ્રેશનમાં, ધીરે ધીરે પડશે નબળું

કચ્છ પંથકમાં સોમવારે ડીપ્રેસનની અસર રૂપે ભારે વરસાદની શક્યતા સર્જાઈ છે.

News18 Gujarati
Updated: June 16, 2019, 8:58 AM IST
વાયુ વાવાઝોડું આવતીકાલે કચ્છ પહોંચતા ફેરવાશે ડિપ્રેશનમાં, ધીરે ધીરે પડશે નબળું
હવામાન વિભાગે જાહેર કરેલી તસવીર
News18 Gujarati
Updated: June 16, 2019, 8:58 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના તંત્રને સાબદુ કરી દેનાર અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ સોમનાથ-વેરાવળ નજીક આવ્યું ત્યારે ટર્ન લઈને દરિયામાં દૂર પહોંચીને ફરી કચ્છ તરફ આવવા વળાંક લીધો છે. પરંતુ, આજે હવામાનખાતા અનુસાર વાયુ વાવાઝોડુ 17મી તારીખની સાંજે કચ્છ અને આજુબાજુના પંથકમાં ટકરાશે ત્યારે તે વાવાઝોડામાંથી ડીપ્રેસનમાં ફેરવાઈ ગયું હશે. અર્થાત્ તેની 120-130 કિ.મી.ની ઝડપની તાકાત ઘટીને 60-70 કિ.મી. થઇ જશે. જેથી કચ્છ પંથકમાં સોમવારે ડીપ્રેસનની અસર રૂપે ભારે વરસાદની શક્યતા સર્જાઈ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદ 10 દિવસ મોડો, 56 હજાર હેક્ટરમાં જ વાવેતર

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે અને તારીખ 17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે, ઘટેલી તીવ્રતા સાથે કચ્છને સ્પર્શે એવી સંભાવના જણાઈ રહી છે. હવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજ્ય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીના પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે. શ્રી પંકજકુમારે નાગરિકોને કોઈ પણ જાતનો ભય મનમાં નહીં લાવવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે, અને સમગ્ર પરિસ્થિતિ રાજ્ય સરકારના નિયંત્રણમાં છે.
ગઇકાલે સવારે પોરબંદર,વેરાવળ,દિવથી અનુક્રમે 275, 330 અને 385 કિ.મી.દૂર રહેલું વાવાઝોડુ છ કલાકમાં વધુ 50 કિ.મી.દૂર જઈને સાંજે મળેલી વિગતો મૂજબ પોરબંદરથી 325, વેરાવળથી 380, દિવથી 435 કિ.મી.દૂર ગુયં છે. આ દરિયાકાંઠા પરનો ખતરો વધુ દૂર થયો છે. પરંતુ, પશ્ચિમ તરફ આગળ વધીને વાવાઝોડુ ઉત્તર-પૂર્વ એટલે કે કચ્છ તરફ આવશે.

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 31 તાલુકામાં મેઘ મહેર, સુત્રાપાડામાં સૌથી વધુ 5 ઈંચ

સૌરાષ્ટ્રના બંદરો પર આજે પણ સિગ્નલ નં.૨ લગાવાયું હતું જે બંદર પર તો જોખમ નથી પણ દરિયો ખેડવામાં જોખમ છે તે સૂચવે છે. માછીમારોને 17મી તારીખ સુધી દરિયો નહીં ખેડવા તાકીદ કરાઈ છે. ડીપ્રેસનની અસર રૂપે સૌરાષ્ટ્રમાં સોમવારે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17મી તારીખને સોમવારે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દેવભુમિ દ્વારકા પંથકમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે તો તારીખ 18મીએ મંગળવારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ પંથકમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે.
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...