વાયુ કચ્છમાંથી પસાર થશે, NDRFની બે ટીમ કચ્છ મોકલાઇ

News18 Gujarati
Updated: June 16, 2019, 12:45 AM IST
વાયુ કચ્છમાંથી પસાર થશે, NDRFની બે ટીમ કચ્છ મોકલાઇ
વાયુ વાવાઝોડુ ફરી કચ્છ તરફ ફંટાય તેવી સંભાવના

પશ્ચિમ દિશામાં જઈ રહેલું વાવાઝોડું - વાયુ આગામી 48 કલાક પછી વળાંક લઈને કચ્છ તરફ આવે અને ઓછી તીવ્રતા સાથે તા. 17 કે 18 જૂને કચ્છ જિલ્લાને સ્પર્શે એવી સંભાવના છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ પશ્ચિમ દિશામાં જઈ રહેલું વાવાઝોડું - વાયુ આગામી 48 કલાક પછી વળાંક લઈને કચ્છ તરફ આવે અને ઓછી તીવ્રતા સાથે તા. 17 કે 18 જૂને કચ્છ જિલ્લાને સ્પર્શે એવી સંભાવના છે. ત્યારે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. વાયુ સામે લડવા માટે તંત્રએ NDRFની બે ટૂકડીઓ કચ્છ મોકલી આપી છે.

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે અને તારીખ 17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે, ઘટેલી તીવ્રતા સાથે કચ્છને સ્પર્શે એવી સંભાવના જણાઈ રહી છે.

હવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજ્ય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીના પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે. શ્રી પંકજકુમારે નાગરિકોને કોઈ પણ જાતનો ભય મનમાં નહીં આણવાની અપીલ કરતાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે, અને સમગ્ર પરિસ્થિતિ રાજ્ય સરકારના નિયંત્રણમાં છે.

ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાએ ઓમાન તરફ ફટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, શુક્રવારે મોડી રાત્રે વાવાઝોડાએ યુ ટર્ન માર્યો હોય એમ કચ્છ તરફ આગળ વધવા લાગ્યું છે. જેથી તંત્ર ફરી એલર્ટ થઇ ગયું છે.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...