હાર્દિક પટેલને સ્ટેજ પર બોલવા ન દેવાતા હોબાળો,સમર્થકોએ ઉછાળ્યા ગાદલા

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 20, 2017, 2:18 PM IST
હાર્દિક પટેલને સ્ટેજ પર બોલવા ન દેવાતા હોબાળો,સમર્થકોએ ઉછાળ્યા ગાદલા
વંથલી તાલુકામાં આવેલ ગાઠીલા ખાતે આવેલ ઉમિયા માતાજીના પાટોત્સવ માં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને સ્ટેજ પર બોલવા નહિ દેવાતા પાટીદાર યુવાનોને હોબાળો મચાવી તમામ કાર્યક્રમો બંધ રખાવ્યા હતા અને સુરત તરફ રવાના થયેલ હાર્દિક ફરી સભા સ્થળે આવી મામલો શાંત પાડ્યો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 20, 2017, 2:18 PM IST
વંથલી તાલુકામાં આવેલ ગાઠીલા ખાતે આવેલ ઉમિયા માતાજીના પાટોત્સવ માં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને સ્ટેજ પર બોલવા નહિ દેવાતા પાટીદાર યુવાનોને હોબાળો મચાવી તમામ કાર્યક્રમો બંધ રખાવ્યા હતા અને સુરત તરફ રવાના થયેલ હાર્દિક ફરી સભા સ્થળે આવી મામલો શાંત પાડ્યો હતો.

vanthli hobado1

ગાઠીલા પાટોત્સવમાં હાર્દિક પટેલે માતાજીના દર્શન કરી ધર્મ સ ભા સ્થળે પહોચ્યો હતો. ત્યારે તે નીચે ઓડીયન્સ માં બેઠો હતો બાદ માં તેને હાથે દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું અ ને સ્ટેજ પર બેસાડ્યો હતો .બાદમાં હાર્દિકને સુરત જવાનું હોઈ ત્યાંથી નીકળી ગયેલ બાદમાં કેશોદના ભાજપ ના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું સન્માન થતા મામલો ઉગ્ર બન્યો હતો અને હાર્દિકને સ્ટેજ પરથી કેમ બોલવા ના દીધો તેવી માંગ સાથે પાટીદાર યુવાનોએ હોબાળો મચાવી ગાદલા ઉછાળયા હતા.

સમગ્ર વાતાવરણ તંગ બની ગયું હતું અને તમામ કાર્યક્રમો બંધ કરાવ્યા હતા બાદ માં હાર્દિક ને ફરી અહી બોલવવામાં આવ્યો હતો અને તેણે પાટીદાર યુવાનો ને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

First published: April 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर