કચ્છ: હવામાન વિશે સચોટ આગાહી કરતા અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતભરમાં આવનારા દિવસોમાં વરસાદની આગાહી કર્યા બાદ ફરી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જો કે હાલ જિલ્લામાં ઠંડીનો પ્રમાણ દિવસા દિવસ વધી થયું હોતાં નલિયાનું તાપમાન પણ દસ દિવસો બાદ ડબલ ડિજિટમાં પહોંચ્યો છે.
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાની સંભાવનાઓને વર્તાઈ રહી છે. આગામી 5 દિવસોમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. દરમ્યાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે માવઠુ થવાની સંભાવના પણ રહેલી છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો આગામી 5 દિવસોમાં કચ્છ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આગામી બે દિવસ પછી ઠંડીમા ક્રમશઃ ઘટાડો જોવા મળશે. કચ્છ જિલ્લામાં 18 થી 22 જાન્યુઆરી સુધીના પાંચ દિવસ દરમ્યાન છુટોછવાયો વરસાદ તથા વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તારીખ 20 થી 25 જાન્યુઆરી દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છેક રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશેને કરા પણ પડવાની સંભાવના છે. આ જ કારણે ગુજરાતનું પણ હવામાન પલટાઇ શકે છે. જેના પગલે જિલ્લાના સંબધિત વિભાગો, મુખ્ય પોર્ટ, ખરીદ કેન્દ્ર અને ખેડૂતોને સચેત કરવામાં આવ્યા છે.
ડિઝાસ્ટર મામલતદાર નીરવ બ્રહ્મભટ્ટ દ્વારા કચ્છના જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ બાગાયત, જિલ્લા ખેતીવાડી અધિકારી અને કંડલા, માંડવી, મુન્દ્રા, જખૌ પોર્ટ અધિકારીને સંબોધીને સ્ટેટ ઇમરજન્સી સેવાને સતર્ક કરવામાં આવી છે તો કમોસમી વરસાદની આગાહીના પગલે જિલ્લામાં શાકભાજી, બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ ઘાસચારાને સલામત સ્થળે ખસેડી લેવા અને એપીએમસી, ખરીદ કેન્દ્ર વગેરે સ્થળોએથી ખેત જણસો, જથ્થાને સલામત રીતે સુરક્ષિત સ્થળે ખસેડી લેવા જાણ કરવામાં આવી છે. ઉપરાંત કમોસમી વરસાદ વરસ્યા બાદ ઠંડીના પ્રમાણમાં પણ વધારો જોવા મળશે.
ત્યારે જ જિલ્લામાં હાલ માટે ઠંડીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામથક ભુજનું ન્યુનતમ તાપમાન સોમવારે નોંધાયેલ 12.8થી વધીને 13.4 પહોંચ્યું છે. છેલ્લા 10 દિવસથી સિંગલ ડિજિટમાં રહેતું નલિયાનું ન્યુનત્તમ તાપમાન પણ આજે સવારે 10 ડિગ્રી પહોંચ્યું હતું. ત્યારે જ કંડલા પોર્ટનું ન્યુનત્તમ તાપમાન 13.6 ડિગ્રી અને કંડલા એરપોર્ટનું ન્યુનત્તમ તાપમાન 11.9 ડિગ્રી નોંધાયું હતું.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર