કચ્છ: રાપર વનવિભાગ વિસ્તરણ રેન્જની નિલપર નર્સરી ખાતે અલગ-અલગ પ્રજાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે નર્સરી ખાતે ત્રણ લાખ રોપાઓ વાવવામાં આવ્યા હતા. ગત વર્ષે આજ નર્સરી ખાતે દોઢ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું જેને આ વર્ષે વધારી બે ઘણો કરાયો છે. આયુર્વેદિક, ફળ, ફૂલ તેમજ પર્યાવરણ માટે ઉપયોગી અન્ય રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.