Home /News /kutchh-saurastra /

kutch news: ગાંધીધામમાં ગટરના પ્લાન્ટમા ઉતરેલા પરપ્રાંતીય યુવક સહિત બે સફાઈ કામદારોના મોત

kutch news: ગાંધીધામમાં ગટરના પ્લાન્ટમા ઉતરેલા પરપ્રાંતીય યુવક સહિત બે સફાઈ કામદારોના મોત

ઘટના બાદ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ સ્થળ પર પહોંચી હતી

kutch news: ગાંધીધામના બસ સ્ટેશન પાસે (Gandhidham bus station) આવેલી ગટરનો પાણી ફિલ્ટર કરતા પ્લાન્ટમાં સફાઈ કરવા ઉતરેલા એક શખ્સ ઝેરી ગેસથી બેભાન થઈ ગટરમાં પડી ગયો હતો. જે બાદ તેનો સુપરવાઈઝર (Supervisor) તેની મદદ કરવા ઉતરતા ઝેરી ગેસના સંપર્કમાં આવતા ઢળી પડ્યો હતો

વધુ જુઓ ...
    kutch news: કચ્છ જિલ્લાએ ઇતિહાસમાં (kutch jilla history) અનેક પ્રાકૃતિક હોનારતની અનેક ઘટનાઓનો સામનો કર્યો છે. આવો જિલ્લો ડિઝાસ્ટર મેનજમેન્ટમાં (Disaster Management) સદ્ધર હોવું જોઈએ અને કોઈ પણ પ્રકારની જાનહાનીથી બચવા જાગૃત હોવું જોઈએ. પણ ગની વખત એવા બનાવો સામે આવે જે આપણે જગાવવા પ્રયત્ન કરતા હોય કે હજુ આપણે સંભાળવાની જરૂર છે.

    આજે જિલ્લાના ગાંધીધામમાં બે સફાઈ કામદારોનું ગટરમાં ગુંગળાઈને મોત નિપજ્યું હતું. ગાંધીધામના બસ સ્ટેશન પાસે આવેલી ગટરનો પાણી ફિલ્ટર કરતા પ્લાન્ટમાં સફાઈ કરવા ઉતરેલા એક શખ્સ ઝેરી ગેસથી બેભાન થઈ ગટરમાં પડી ગયો હતો. જે બાદ તેનો સુપરવાઈઝર તેની મદદ કરવા ઉતરતા ઝેરી ગેસના સંપર્કમાં આવતા ઢળી પડ્યો હતો.

    મળતી માહિતી અનુસાર સવારે 11 વાગ્યા બાદ સિદ્ધાર્થ એસોસિયેશનના 20 વર્ષીય ગુરુપ્રસાદ બસ સ્ટેશન પાસે આવેલ ફિલ્ટર પ્લાન્ટમાં ઉતર્યા બાદ ઝેરી ગેસના કારણે મૃત્યુ પામતા તેમને બચાવવા ગયેલા 30 વર્ષીય મુકેશભાઈ ચાવડા પણ ઝેરી ગેસના કારણે મૃત્યુ પામ્યા હતા. ગટરના પ્લાન્ટમાં ઉતર્યા બાદ અંદર મૌજુદ ઝેરી ગેસથી ગુંગળાઈને બન્નેના મોત નીપજ્યા હતા. મુકેશભાઈ વરસામેડીના રહેવાસી હતા જ્યારે કે ગુરુપ્રસાદ ઉત્તરપ્રદેશના વતની હતા.

    આ ઘટના બાદ ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા તેમના મૃતદેહો બહાર કઢાયા હતા અને તેમને ગાંધીધામની રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ઘણા વર્ષો પહેલા મેન્યુઅલ સ્કેવેંજીંગ, એટલે કે માણસો દ્વારા ગટરની સફાઈ, પર પ્રતિબંધ મુકાયો છે. છતાંય સમગ્ર દેશમાં આ નિયમનો પાલન થતું નથી અને સમયાંતરે આવી દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.

    ઘર ચલાવવા માટે અમુક પૈસા કમાવવા મજબૂર લોકોને ગ્લવ્સ, માસ્ક જેવી કોઈ સુરક્ષા સામગ્રી પણ અપાતી નથી. પોલીસ દ્વારા પણ હાલ આકસ્મિક મૃત્યુની નોંધ કરાઇ છે પણ શું નિયમો વિરુદ્ધ આવા કામ કરાવનાર કોન્ટ્રાકટર સામે પોલીસ ફરિયાદ નોંધશે? પાલિકા દ્વારા પણ આવા કોન્ટ્રાક્ટરને રદ્દ કરી આવા નિયમોનો ચુસ્તપણે અમલ થાય તેની ખાતરી કરવી જોઈએ.
    First published:

    Tags: Gandhidham, Gujarati News News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन