Home /News /kutchh-saurastra /

કચ્છ: ગાંધીધામ અને રાપરમાં વધુ બે મુન્નાભાઈ MBBS પકડાયા, બોગસ ડોક્ટરો વિરુદ્ધ

કચ્છ: ગાંધીધામ અને રાપરમાં વધુ બે મુન્નાભાઈ MBBS પકડાયા, બોગસ ડોક્ટરો વિરુદ્ધ

પકડાયેલ આરોપી

પૂર્વ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગાંધીધામમાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા શખ્સને પકડ્યા બાદ વધુ બે મુન્નાભાઈ એમ.બી.બી.એસ.ને પોલીસે પકડ્યા છે.

    કચ્છ: રવિવારે પૂર્વ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગાંધીધામમાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા શખ્સને પકડ્યા બાદ વધુ બે મુન્નાભાઈ એમ.બી.બી.એસ.ને પોલીસે પકડ્યા છે. ગાંધીધામ અને રાપરમાં વધુ બે લોકો તબીબી પ્રમાણપત્ર વગર દવાખાનું ચલાવતા ઝડપાયા છે.

    પૂર્વ કચ્છન એસ.ઓ.જી. દ્વારા રવિવારે ગાંધીધામના ઇન્દિરા નગરી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા ઉત્તરપ્રદેશના એક ઈસમને પકડ્યા બાદ ઓચિંતા અન્ય પોલીસ દળ પણ જાણે જાગ્યા હોય તેમ આવા બોગસ ડોકટરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. સોમવારે ગાંધીધામ અને રાપરમાં પણ એક એક મુન્નાભાઈને પોલીસે દબોચી લીધા હતા.

    સોમવારે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાંધીધામ ભચાઉ હાઇવે પર ગાયત્રી પેટ્રોલ પંપની બાજુમાં ચૂડવા ગામે ડોક્ટરની પ્રેક્ટિસ કરતા એક શખ્સની પૂછપરછ કરાઈ હતી. ગાંધીધામ તાલુકાના ચુડવાની સીમમાં રહેતા લલનપ્રસાદ સયરામ યાદવની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેની પાસે કોઈ પણ સક્ષમ સંસ્થાના તબીબી પ્રમાણપત્ર વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

    આ પણ વાંચો: ભરશિયાળે કચ્છમાં કરા પડ્યા, રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું, ખેડૂતોની ચિંતા વધી

    એલ.સી.બી. દ્વારા તેની પાસેથી ડોક્ટરની પ્રેક્ટિસ થકી ભેગા કરાયેલા રૂ. 850 ઉપરાંત રૂ. 13,465ના મેડિકલ સાધનો અને એલોપેથીક દવાઓ જપ્ત કરવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીને ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપી તેના વિરુદ્ધ ધી મેડિકલ પ્રેક્ટિસ એક્ટ-1963ની કલમ 30 અને 35 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: સુરત: ચોર માત્ર કારમાં પડેલી વસ્તુઓની કરતો હતો ચોરી, આ રીતે ઝડપાયો

    તો બીજી તરફ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.એન. ઝીંઝુવાડિયાને ખાનગી રાહે મળેલી બાતમી મુજબ તાલુકાના સલારી ગામે મેન બજારમાં એક ઈસમ કોઈ પણ તબીબી પ્રમાણપત્ર વગર ક્લિનિક ચલાવી રહ્યો હતો. રાપર પોલીસની ટીમ દ્વારા રેડ પાડવામાં આવતા શિવ ક્લિનિક નામના દવાખાનામાં મનોજભાઈ બાબુભાઈ સાધુ ગેરકાયદેસર રીતે તબીબી સારવાર ચલાવી રહ્યા હતા. પોલીસ દ્વારા આરોપી પાસેથી રૂ. 8,246ના મેડિકલ સાધનો અને એલોપેથીક દવાઓ મળી આવ્યા હતા. આરોપીને રાઉન્ડ અપ કરી તેના વિરુદ્ધ રાપર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: East Kutch, Kutch, Kutch Crime, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन