ભૂજમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 1નું મોત

News18 Gujarati
Updated: October 30, 2019, 4:37 PM IST
ભૂજમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 1નું મોત
પોલીસે હથિયારો કબજે કર્યાં.

મળતી માહિતી પ્રમાણે ભૂજના વોકળા ફળિયામાં જૂની અદાવતમાં બે જૂથ સામ સામે આવી ગયા હતા.

  • Share this:
મેહુલ સોલંકી, ભુજ : કચ્છમાં અવાર નવાર ધીંગાણા થતા હોય છે. ભૂજમાં બુધવારે આવા જ એક ધીંગણામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. બે જૂથ વચ્ચે થયેલા ધીંગાણામાં ચાર લોકોને ઈજા પહોંચી છે. હાલ ઈજાગ્રસ્તાની સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પહોંચી ગયો હતો. પરિસ્થિતિ વધારે ન વણસે તે માટે ઘટના સ્થળે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ભૂજના વોકળા ફળિયામાં જૂની અદાવતમાં બે જૂથ સામ સામે આવી ગયા હતા. બંને જૂથના લોકો ધોકા, પાઈપ, તલવાર, જેવા ઘાતક હથિયારો લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. ધીંગાણામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ચાર લોકોને નાની મોટી ઈજા પહોંચી છે.ધીંગાણા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને વિખેરીને હથિયારોનો કબજો લીધો હતો. ઈજાગ્રસ્તમાંથી બે લોકોને જી.કે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક વ્યક્તિને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જ્યારે એકને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જી.કે. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

ઉલ્લેખનીય છે કે કચ્છમાં આ પહેલા પણ સશસ્ત્ર ધીંગાણાને સમાચારો મીડિયામાં ચમકી ચુક્યા છે. ગત વર્ષે મુન્દ્રા તાલુકાના છસરા ગામ ખાતે બે જૂથ વચ્ચે થયેલા સશસ્ત ધીંગાણામાં છ લોકો હોમાયા હતા. આ ધીંગાણામાં છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરા તેમજ સામેના જૂથના ચાર પિતરાઈ ભાઈઓનાં મોત થયા હતા.

First published: October 30, 2019
વધુ વાંચો
अगली ख़बर