Home /News /kutchh-saurastra /

કચ્છઃ દારૂ ભરેલો ટ્રક રસ્તા પર પલટી જતાં દારૂની રેલમછેલ

કચ્છઃ દારૂ ભરેલો ટ્રક રસ્તા પર પલટી જતાં દારૂની રેલમછેલ

    ગુજરાતમાં છાશવારે અંગ્રેજી દારૂ પકડાય છે. દર બે ત્રણ દિવસે નિયમિત મીડિયામાં રિપોર્ટ આવતા રહે છે કે ફલાણી  ફલાણી જગ્યાએથી અંગ્રેજી દારૂનો આટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ગઈકાલે જ પોલીસે તુરખેડા પાસ નર્મદા કિનારેથી એક બોટમાંથી રૂ. એક લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ દારૂ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. તો કચ્છના ભચાઉમાં આજે પોલીસને માહિતી મળી હતી કે એક ટ્રકમાં વિદેશ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે પીછો કરતા ટ્રક રસ્તા પર જ પલટી ગયો હતો અને દારૂની રેલમછેલ થઈ હતી.

    પોલીસ કરી રહી હતી પીછો

    મળી રહેલી માહિતી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રકમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. પોલીસ તે ટ્રકને ટ્રેક કરીને તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન ભચાઉના ચોપડવા નજીક ટ્રક રસ્તા પર જ પલટી ગયો હતો. દારૂ ભરેલો ટ્રક રસ્તા પર પલટી જવાને કારણે રસ્તા પર જ દારૂને રેલમછેલ જોવા મળી હતી.



    ટ્રક રસ્તા પર પલટી ગયા બાદ તેમાં રહેલા દારૂના બોક્સ અને થેલીઓ રસ્તા પર પડી હતી. ટ્રક પલટી જવાને કારણે હોટલો બોક્સમાંથી નીકળીને રસ્તા પર પડી હતી. બાદમાં પોલીસે રસ્તા પર ઢોળાયેલી બોટલોને એકઠી કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



    ગાંધીના ગુજરાતમાં બે વર્ષમાં 147 કરોડનો દારૂ ઝડપાયો

    ગત વિધાનસભા સત્રમાં સરકારે દારૂ અંગે જે આંકડા રજૂ કર્યા હતા તે ખરેખર ચોંકાવનારા છે. સરકારે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પકડાયેલા દેશી તેમજ વિદેશી દારૂની માહિતી આપી હતી. સરકારના આંકડા પ્રમાણે છેલ્લા વર્ષમાં 147 કરોડ 78 લાખ 70 હજાર 614નો દારૂ પકડાયો હતો. બે વર્ષ દરમિયાન દારૂની હેરાફેરીમાં 16, 033 વાહનો ઝપ્ત કરવામાં આવ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kutch, Prohibition, Wine, ટ્રક

    આગામી સમાચાર