Home /News /kutchh-saurastra /

કચ્છ: ઉત્તરાયણના દિવસે 115 પક્ષીઓ દોરાથી ઘાયલ થતા સારવાર માટે લઈ જવાયા

કચ્છ: ઉત્તરાયણના દિવસે 115 પક્ષીઓ દોરાથી ઘાયલ થતા સારવાર માટે લઈ જવાયા

પક્ષીની

પક્ષીની સારવાર

ઉત્તરાયણના દિવસે કબૂતર, પોપટ કાગડા સહિત અનેક જાતના ઘાયલ પક્ષીઓને સારવાર માટે કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેમ્પ ખાતે ખસેડાયા હતા

    કચ્છ:  ઉત્તરાયણ નિમિત્તે ગુજરાતભરમાં એક વિશેષ રોનક રહે છે અને બાળકોથી વૃદ્ધ સુધી બધા જ પતંગ ઉડાડી આ તહેવારની ઉજવણી કરે છે. પણ હર વર્ષે ઉત્તરાયણના દિવસે અનેક પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થતાં હોય છે. આ વર્ષે કચ્છમાં ઉત્તરાયણના દિવસે કુલ 115 પક્ષીઓ ઘાયલ થયા હતા.

    ઉત્તરાયણના ચાર દિવસ પહેલાંથી જ વન વિભાગ અને જિલ્લા પંચાયત હેઠળની પશુપાલન અધિકારીના સનાયુક્ત ઉપક્રમે અનેક સંસ્થાઓ અને કાર્યકરોના સહયોગ સાથે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉત્તરાયણ દરમ્યાન ઘાયલ થતા પકશીઓ માટે સારવાર કેન્દ્ર ઊભા કરાયા હતા.

    આ વર્ષે કચ્છમાં ઉત્તરાયણના દિવસે 108 કબૂતર ઘાયલ થયા હતા. તે ઉપરાંત એક પોપટ, એક કાગડો, ત્રણ કાળા કાકણસાર, એક સ્ટારલિંગ, એક ગજપાંવ અને એક ધોમડો પક્ષી ઘાયલ થયા હતા જેમને સારવાર માટે કરુણા અભિયાન અંતર્ગત શરૂ કરાયેલા સારવાર કેમ્પ ખાતે લઇ જવાયા હતા.

    આ પણ વાંચો: સુરત: મિત્રો સામે જ હત્યારાએ આડેધડ ઘા મારી કરી યુવકની હત્યા, આરોપીઓ પોલીસ સામે થયા હાજર

    તે ઉપરાંત ઉત્તરાયણ પર્વે 13 તારીખના પણ એક ઘાયલ કબૂતરને સારવાર માટે લઇ જવાયો હતો તેમ બે દિવસમાં કુલ 115 પક્ષીઓને સારવાર મળી હતી. આ સારવાર કેમ્પ 20 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, Uttarayan 2022, કચ્છ

    આગામી સમાચાર