કચ્છમાં સફેદ ક્રાંતિ: છેલ્લા 8 વર્ષમાં પશુપાલકોની આવક ત્રણ ગણી વધી

News18 Gujarati
Updated: July 31, 2018, 7:40 AM IST
કચ્છમાં સફેદ ક્રાંતિ: છેલ્લા 8 વર્ષમાં પશુપાલકોની આવક ત્રણ ગણી વધી

  • Share this:
ગુજરાતના સરહદી કચ્છ જિલ્લામાં સરહદ ડેરીને લીધે સ્થાનિક પશુપાલકોની આવકમાં છેલ્લા આઠ વર્ષમાં ત્રણ ગણો વધારો થયો તેમ સરહદ ડેરીના સંચાલકોએ જણાવ્યુ હતુ.

સરહદ ડેરીની નવમી વાર્ષિક સાધારણ સભામાં જાહેર કરવામાં આવેલી એક વિગત મુજબ, દૂધ સંઘ દ્વારા કુલ ૫૯૭.૧૧ કરોડ નું ટર્નઓવર નોધાવ્યું હતું. જેમાં પ્રતિદિન એવરેજ ૩.૬૦ લાખ લિટરનું કલેક્શન કર્યું હતું. ગત વર્ષ દરમિયાન ૩૫ % નો ગ્રોથ હાંસલ કર્યો છે. અને દૂધના ખરીદ ભાવોમાં પણ ૧૦ % નો વર્ષ દરમિયાન વધારો કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, રાજ્ય મંત્રી વાસણભાઈ આહિર ઉપસ્થિત રહયા હતા. સભાના અધ્યક્ષ અને દૂધ સંઘના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે દૂધ સંઘ સાથે સંકળાયેલ પશુપાલકોને વ્યાજબી વળતર મળી રહે તે હેતુ સંચાલન પ્રક્રિયા સતત સુધારવા તેમજ ગુણવત્તા યુક્ત વ્યવસ્થા પધ્ધતિ અને ખાધપદાર્થની સલામતી માટેની વ્યવસ્થાતંત્રના સિધ્ધાંતો, ગુણવત્તા યુક્ત તાંત્રિક સેવાઓ, તેમજ ઉચિત નવીનતમ યોજનાઓના માર્ગદર્શન મળી રહે તે હેતુ જુદી જુદી નવીન પધ્ધતિઓને અપનાવામાં આવે છે. પશુપાલકોએ પશુપાલન વ્યવશાયને પાર્ટ ટાઈમ ન કરતાં ફૂલ ટાઈમ કરવો જોઈએ જેથી યોગ્ય માસિક આવક મળી રહે. દૂધ સંઘ તમામ પશુપાલકો પાસેથી નિયત ગુણવત્તામાં દૂધની ખરીદ કરે છે અને પશુપાલકોને વધુને વધુને ભાવો મળે તે માટે હમેશા પ્રયત્નશીલ છે”આ સભામાં ચાલુ વર્ષે દુધના પાવડરના એક્સપોર્ટ પર ગુજરાત સરકાર દ્વારા ૩૦૦ કરોડની ફાળવણી કરવા બદલ ગુજરાત સરકારનો આભાર માનતો ઠરાવ કરવામાં આવ્યો હતો. જ્યારે નર્મદાનું પાણી ટપર ડેમમાં પહોચતું કરવા સરકારનો આભાર માનતો ઠરાવ કરવામાં આવ્યો હતો. ચાંદરાણી ખાતેના કેટલ ફીડ પ્લાન્ટની કામગીરી આગામી 3 માસમાં પૂર્ણ થઈ જશે અને ત્યાર બાદ પશુપાલકોને ૧૦૦ અમુલની ગુણવત્તા વાળું દાણ સસ્તું મળતું થશે અને ત્યાર બાદ દૂધ સંઘ દ્વારા નવીન ૬ લાખની દૈનિક કેપેસિટી વાળો પ્લાન્ટ બનાવવાનું પણ આયોજન ની વાત કરી.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, છેલ્લા ૯ વર્ષમાં દૂધ સંઘના જેમાં માત્ર ૧૫૦૦ લિટર દૂધથી શરૂઆત કરી હતી જે આજે ૫ લાખ લિટર પહોંચ્યું છે ફક્ત ૧ BMC સેન્ટરથી શરૂઆત કરી હતી તે ૧૯ BMC સેન્ટરો સુધી પહોંચ્યું છે, ૧૫ મંડળીઓથી શરૂઆત કરી હતી જે આજે ૭૦૦ દૂધ સહકારી મંડળીઓ સુધી પહોંચી છે, અને ૨ કરોડના વાર્ષિક ચૂકવણાથી શરૂઆત કરી હતી જે ૫૧૧ કરોડ નું પશુપાલકોને ચૂકવણું કરવામાં આવે છે જે લગભગ ૨૨૫ ટકાના હિસાબે ગ્રોથ દર્શાવે છે, ૭૫૦ કુટુંબોથી શરૂ કરી હાલે ૬૦ હજાર કુટુંબોને રોજી રોટી પૂરી પડતી આ સંસ્થા છે. કચ્છ જિલ્લામાં ખેતી પછી મોટામાં મોટો ધંધો છે.”આ કાર્યક્રમમાં સૌથી વધુ દૂધ ભરાવતી મહિલા દૂધ મંડળી, સૌથી વધુ દૂધ ભરાવતી સામાન્ય દૂધ મંડળી, ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી વિધ્યાર્થીઓ પશુ પાલકોના તેમજ કચ્છ જિલ્લાના બાળકોને ઈનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ સૌથી વધુ દૂધ ભરાવતા પશુપલકો સ્વચ્છ મંડળીઓ, સ્વચ્છ શીત કેન્દ્રોને ઈનામ આપી અને પ્રોત્શહિત કરવામાં આવ્યા.
First published: July 30, 2018, 8:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading