Home /News /kutchh-saurastra /

Bhuj JICમાં કેદીઓએ તોફાન મચાવ્યું, જાણો શું છે જેઆઈસી અને શું કારણે વારંવાર અહીં થાય છે તોફાન

Bhuj JICમાં કેદીઓએ તોફાન મચાવ્યું, જાણો શું છે જેઆઈસી અને શું કારણે વારંવાર અહીં થાય છે તોફાન

ભુજ જે.આઇ.સી.

જે.આઇ.સી. ખાતે ત્રણ કેદીઓએ (Prisoners) શુક્રવારે સવારે પાણીના માટલા તોડી, ફરજ પર હાજર જવાનોને ગાળો બોલી તોફાન મચાવ્યો હતો. ભુજની જે.આઇ.સી. ખાતે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે.

    kutch news: ભુજ ખાતે (bhuj news) આવેલી જે.આઇ.સી. (JIC) ખાતે ફરી એક વખત ડખો થયાની ફરિયાદ નોંધાઇ છે. જે.આઇ.સી. ખાતે ત્રણ કેદીઓએ (Prisoners) શુક્રવારે સવારે પાણીના માટલા તોડી, ફરજ પર હાજર જવાનોને ગાળો બોલી તોફાન મચાવ્યો હતો. ભુજની જે.આઇ.સી. ખાતે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. શું છે આ જે.આઇ.સી. અને શું કારણે વારંવાર આવી ઘટનાઓ અહીં બનતી હોય છે?

    જે.આઇ.સી. એટલે કે જોઇન્ટ ઇન્ટેરોગેશન સેલ બીજા દેશોમાંથી ગેરકાનૂની રીતે દેશમાં ઘૂસેલા લોકો માટે બનાવાયેલ એક પૂછપરછ સ્થળ છે. ભારત જમીની માર્ગે અનેક દેશો સાથે જોડાયેલો છે અને સાથે જ લાંબા દરીયા કીનારો ધરાવતા દરિયાઈ માર્ગે પણ અનેક વખત ઘૂસણખોરી થતી હોય છે. આ ઘૂસણખોરો સેના અથવા સીમા સુરક્ષા બળના સકંજામાં આવતા જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ જ્યાં સુધી કોર્ટમાં તેમના ગુના બદલે ચુકાદો ન આવે ત્યાં સુધી સુરક્ષા એજન્સીઓના પૂછપરછ માટે આ લોકોને જોઈન્ટ ઇન્ટેરોગેશન સેલમાં કેદ કરવામાં આવે છે.

    બીજા દેશમાંથી ઘૂસણખોરી કરતા લોકો જાસૂસીના હેતુથી આવ્યા હોવાની પૂરી શક્યતાઓ હોય છે જે થી રાષ્ટ્રીય સુરક્ષા પર પણ ઘાત પડી શકે તે માટે દરેક કેન્દ્રીય એજન્સીઓ આવા ઘૂસણખોરોની પૂછપરછ કરતી હોય છે. જે.આઇ.સી. ખાતે આ સર્વે એજન્સીઓ આવી પૂછપરછ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. સેના, એરફોર્સ, નેવી, બીએસએફ, તટરક્ષક દળ, ઇન્ટેલિજન્સ બ્યુરો, કસ્ટમ્સ વગેરે કેન્દ્રીય એજન્સીઓ ઉપરાંત જે તે રાજ્યની આતંકવાદ વિરોધી શાખા પણ આ લોકોની પૂછપરછ કરવા જે.આઇ.સી. ખાતે આવતી હોય છે. પોતાને નિર્દોષ ગણાવવા માગતા આવા ઘૂસણખોરો અનેક વખત તોફાન મચાવતા હોય છે.

    શુક્રવારે સવારે 11.15 વાગ્યે ભુજ ખાતે આવેલી જે.આઇ.સી.માં ત્રણ પાકિસ્તાની બંધકોએ તોફાન મચાવ્યો હતો. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ મુજબ મહમદશરીફ નુરમુહમદ, મહમદઇશાક જમીલ હુસેન અને નુરહુસન અયુબખાન, જે ત્રણેય પાકિસ્તાની પ્રતિબંધકો છે, જે.આઇ.સી.ની ઓફિસમાં પોતાને છૂટા કરવા માટે વાત કહેવા પહોંચ્યા હતા અને સ્થળ પર હાજર પોલીસકર્મી દ્વારા જવાબમાં હુકમ મળ્યા બાદ છૂટા કરવાનું કહેતા, ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાટમાં બે કેદીઓએ ઓફિસમાં રહેલા પાણીના માટલા તોડી, માટલાના ટુકડાથી પોતાના માથે મારવાનું શરૂ કર્યું તેમજ સ્થળ પર હાજર પોલીસકર્મીઓ ગાળો બોલી હતી. આ ઘટના બાદ ત્રણેય કેદીઓને પોલીસકર્મીઓ દ્વારા કાબૂમાં લઈ તેમના બેરેકમાં બંધ કરી દેવાયા હતાં. ઉલ્લેખનીય છે કે ત્રણેય કેદીઓની સજા પૂરી થઈ ગયી છે પણ સરકાર તરફથી ઇમિગ્રેશનમાંથી હુકમ હજુ જે.આઇ.સી.ને મળ્યું નથી.

    ભુજ ખાતે આવેલ આ જે.આઇ.સી. સમગ્ર રાજ્યમાં એકમાત્ર આવું બંદિખાનું છે. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ખૂબ ઓછો અંતર ધરાવતા અને જમીની સરહદથી જોડાયેલા કચ્છ જિલ્લામાં આ જે.આઇ.સી. ખૂબ જરૂરી છે. પણ સમગ્ર રાજ્યમાં એકમાત્ર જે.આઇ.સી. હોતાં અહીં તેની ક્ષમતા કરતા વધારે બંધકોને રાખવાની ફરજ પડી રહી છે. ભુજની જે.આઇ.સી.માં કેદીઓ માટે 12 બેરેક ઉપરાંત એક ઇન્ટેરોગેશન રૂમ છે. અહીં હાલમાં 50ની મર્યાદા સામે 120 જેટલા કેદીઓ છે. આ ભીડના કારણે પણ કેદીઓ અનેક વખત ઉશ્કેરાઈ તોફાન મચાવતા હોય છે.

    લગભગ 12 વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બીજો જે.આઇ.સી. સ્થાપિત કરવાની પોલીસ ખાતાની માંગ સ્વીકારી હતી પણ ત્યાર બાદ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
    First published:

    Tags: Bhuj News, Gujarati News News, Kutch news

    આગામી સમાચાર