Home /News /kutchh-saurastra /

કચ્છ: છેલ્લા એક પખવાડિયામાં કોરોનાના 35 નવા કેસ; લોકોની સાવચેતી જરૂરી

કચ્છ: છેલ્લા એક પખવાડિયામાં કોરોનાના 35 નવા કેસ; લોકોની સાવચેતી જરૂરી

કચ્છમાં છેલ્લા એક પખવાડિયામાં કોરોનાના 35 નવા કેસ નોંધાતા ચકચાર મચી

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ ની દહેશત વચ્ચે જિલ્લામાં કોરોના કેસોમાં વધારો નોંધાયો છે

    કચ્છ: કોરોનાના નવા ઓમિક્રોન વેરિયંટે દુનિયાભરમાં દહેશત ફેલાવી છે. ભારતમાં પણ તેના અનેક કેસ નોંધાયા છે. ઓમિક્રોનની સાથે કોરોનાના અન્ય કેસો પણ વધી રહ્યા છે. કચ્છમાં પણ છેલ્લા એક પખવાડિયામાં સત્તાવાર રીતે 35 કેસો નોંધાયા છે જેથી આરોગ્ય તંત્ર અને પ્રજાજનોને પણ સતર્ક થવાની જરૂરત ઊભી થઈ છે.

    હાલ લગ્નની સીઝન ઉપરાંત રાજ્યમાં ચુંટણી માથા પર હોતાં કોરોનાના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે. જ્યાં થોડા સમય પહેલા કોરોનાના કેસો આવવાનું બંધ થયું હતું તે જિલ્લા અને શહેરોમાં પણ હવે રોજ કેસો નોંધાઈ રહ્યા છે. કચ્છમાં થોડા અઠવાડિયા અગાઉ સુધી કોરોના નાબૂદ થઇ ગયો હોય તેમ કેસો આવવાના બંધ થયા છે. દિવાળી સમયથી આ કેસોમાં વધારો જોવા મળ્યો છે અને હાલ રોજના એક થી ચાર વચ્ચે કેસો નોંધાઈ રહ્યા છે.

    ગત 15 દિવસમાં કચ્છના ભુજ તાલુકામાં 14 કેસ, માંડવી તાલુકામાં 12, અબડાસામાં 3 અને ગાંધીધામમાં 2 કેસ એમ કુલ 35 કેસો સરકારી ચોપડે નોંધાયા છે, જ્યારે કે 25 લોકો સાજા થયા હતા. ડિસેમ્બર મહિના પર ધ્યાન આપીએ તો ડિસેમ્બરના 12 દિવસોમાં 25 કેસો નોંધાયા છે અને સાથે જ 23 લોકો સાજા થયા છે. બીજી લહેર બાદ જો કે કોઈ મોત નિપજ્યુ નથી પણ અપવાદરૂપ એક કિસ્સામાં 60 વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધાનું ડાયાબિટીસ અને હાઇપરટેંશનના કારણે મોત થયું હતું. ઘણાખરા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર પડતી નથી અને ઘરે જ સ્વસ્થ થઈ જાય છે.

    આ પણ વાંચો: અમદાવાદ: પત્ની હોવા છતાં પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યા યુવકે, સવારે-રાત્રે બે-બે કલાક આવતો

    જો કે ઓમિક્રોનની આફત અને કોરોનાના વધતા કેસો વચ્ચે જિલ્લાનો આરોગ્ય તંત્ર પણ રસીકરણ પર જોર આપી રહ્યું છે. છેલ્લા 15 દિવસોમાં જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય ડોઝ ભેગા કરી કુલ 2,32,600 લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયામાં રોજના રસીકરણનું આંક પણ વધી રહ્યું છે. એક અઠવાડિયામાં સરેરાશ 20,800 ડોઝ રોજ આપવામાં આવે છે.

    તંત્ર દ્વારા રસીકરણ વધારવા વપરાતા અનેક નુસ્ખાઓ અને જફાઓ છતાં બીજો ડોઝ લેવા પ્રત્યે અનેક લોકો નીરસતા દેખાડી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી સરકારી લક્ષ્યાંક સામે 90 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધેલ છે અને 80 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. જો કે બીજા ડોઝ માટે સમય થઈ ગયું હોય તેવા 10 ટકા લોકો હજુ રસી લેવાના બાકી છે.

    આ પણ વાંચો: રાજકોટ: માતાપિતા ગયા હતા પ્રસંગમાં અને ઘરે પાંચમાં ધોરણમાં ભણતી દીકરીએ કર્યો આપઘાત

    જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. જનક કુમાર માઢક દ્વારા જણાવાયું હતું કે, જિલ્લાના મુખ્ય મથક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પણ કોરોના વોર્ડ તૈયાર રખાયું છે. જો કે અત્યાર સુધી નવા ઓમિક્રોન વેરિયંટનો કોઈ કેસ નોંધાયો નથી છતાં પણ તેના માટે એક અલગ વોર્ડ તૈયાર રખાયું છે.

    આરોગ્ય તંત્ર દ્વારા આ મહામારી ફરી ભયાનક રૂપ ધારણ ન કરે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ લોકોમાં હાલ કોરોનાથી બચવાના નિવારક પગલાં હાલ ભુલાઈ ગયા હોય તેવું લાગે છે. માસ્ક તો જાણે શું વસ્તુ છે એ ખબર જ ન હોય તેવી રીતે લોકો વગર માસ્કના ફરી રહ્યા છે. લગ્ન અને રાજકીય પક્ષોના રોજારોજના નવા કાર્યક્રમોમાં પણ આ બધું ધ્યાનમાં લેવાતું નથી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ, કોરોના

    આગામી સમાચાર