Home /News /kutchh-saurastra /

Kutch: ફરી એક વખત મંદિરમાં ચોરી, અંજારના વીડી ગામે સંધ્યાગિરિ બાપુના આશ્રમના ત્રણ મંદિરમાં થઈ ચોરી

Kutch: ફરી એક વખત મંદિરમાં ચોરી, અંજારના વીડી ગામે સંધ્યાગિરિ બાપુના આશ્રમના ત્રણ મંદિરમાં થઈ ચોરી

સીસીટીવી

સીસીટીવી ફૂટેજ

કચ્છના અંજાર તાલુકાના વીડી ગામમાં આવેલા સંધ્યાગિરિ બાપુના આશ્રમમાં રાતના સમયે બે ચોર ત્રાટક્યા હતા અને ત્રણ મંદિરમાંથી ચાંદીનાં આભૂષણ ચોરયા હતા.

    કચ્છ: કચ્છના મંદિરોમાં (Temples of Kutch) ફરી એક વખત ચોરી થતા જિલ્લાભરમાં (Kutch district) લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ચાલુ અઠવાડિયામાં જ જિલ્લામાં મંદિરમાં થયેલી ચોરીનો (Theft in temple) ત્રીજો બનાવ ગત રાત્રે બન્યો હતો. અંજારના વીડી ગામમાં (Vidi village) આવેલા સંધ્યાગિરિ બાપુના આશ્રમના (Sandhyagiri bapu aashram) ત્રણ મંદિરોમાં એક સાથે ચોરી કરી ચોર બેલડીએ રૂ. 15 હજાર જતલો મુદ્દામાલ ચોરી કર્યો હતો.

    અંજારના વીડી ગામે સંધ્યાગિરિ બાપુનું આશ્રમ આવેલું છે જેમાં કુલ 6 મંદિર છે. સોમવારની રાત્રે 11 વાગ્યે આશ્રમના બન્ને મહંત સુવા ગયા બાદ આશ્રમના ત્રણ મંદિર પર બે ચોર ત્રાટક્યા હતા. ચોર બેલડી દ્વારા ત્રણેય મંદિરમાંથી મુગટ અને છત્તર જેવા ચાંદીના આભૂષણ ચોરી કરાયા છે જેની કુલ કિંમત રૂ. 15,700 જેટલી છે.

    ચોરી થયેલા આભૂષણમાં ધુણવાવાળા દાદાના મંદિરનો અડધા કિલોગ્રામનો એક મુગટ અને 200 ગ્રામના બે છત્તર, સંધ્યાગિરિ બાપુની સમાધિ પરથી 1.5 કિલોગ્રામનો મુગટ અને ચાંદીના એક-એક કિલોગ્રામ ના બે છત્તર તેમજ સેવક ભીમજીભાઈની મઢુલીમાંથી અડધા કિલોગ્રામનું ચાંદીનું મુગટ ચોરી થયું હતું.

    આ પણ વાંચો: 26 મહિના બાદ વડોદરા નવલખી દુષ્કર્મ કેસમાં બંને આરોપીઓ દોષિત જાહેર


    મંદિરના મહંત ચમનનાથ બાવા સવારે નિત્યક્રમ મુજબ ઊઠીને મંદિરની સફાઇ કરવા પહોંચ્યા તો ધુણવાવાળા દાદાના મંદિરનો તાળો તૂટેલો જોયો હતો. ત્યાર બાદ જોતા સંધ્યાગિરિ બાપુની સમાધિ અને સેવક ભીમજીભાઈની મઢુલીના પણ તાળા તૂટેલા હતા. આ ઘટના પ્રકાશમાં આવતા મંદિરના મહંત દ્વારા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

    આ પણ વાંચો: અમદાવાદ બ્લાસ્ટ : આવી રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 19 દિવસમાં 30 આતંકી પકડ્યા

    ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસ પણ એક્શનમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી. મંદિરમાં સીસીટીવી કેમેરા લાગેલા હોતાં ચોરીની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. તો પોલીસે પણ સીસીટીવી વીડિયોમાં દેખાતા બન્ને શખ્સ કોઈને પણ દેખાય તો પોલીસને જાણ કરવા આહવાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં કચ્છમાં મંદિરોમાં થયેલી ચોરીનો આ ત્રીજો બનાવ છે. ત્રણ દિવસ અગાઉ જ ભુજ તાલુકાના લોરિયા ગામના હનુમાન નગરમાં આવેલા બે મંદિરોમાંથી પણ સોના ચાંદીના આભૂષણ ચોરાયા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, Kutch Crime, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन