Home /News /kutchh-saurastra /

Kutch: દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની હોસ્પિટલમાં વિવિધ પદ પર 10 જગ્યા પર ભરતી, જાણો ઇન્ટરવ્યૂ ક્યારે છે અને કેટલો મળશે પગાર

Kutch: દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની હોસ્પિટલમાં વિવિધ પદ પર 10 જગ્યા પર ભરતી, જાણો ઇન્ટરવ્યૂ ક્યારે છે અને કેટલો મળશે પગાર

પ્રતીકાત્મક તસવીર

કચ્છના દીનદયાળ પોર્ટ દ્વારા મેડિકલ વિભાગમાં કામ કરવાની ઉત્તમ તક યુવાનો માટે ઊભી થઈ છે. મેડિકલ વિભાગમાં વિવિધ પદો માટે કુલ 10 ભરતી દીનદયાળ પોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.

    કચ્છ: કચ્છના દીનદયાળ પોર્ટ દ્વારા મેડિકલ વિભાગમાં કામ કરવાની ઉત્તમ તક યુવાનો માટે ઊભી થઈ છે. મેડિકલ વિભાગમાં વિવિધ પદો માટે કુલ 10 ભરતી દીનદયાળ પોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે. ગાંધીધામના ગોપાલપુરીમાં આવેલી દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોમાં કરાર આધારિત 10 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. 11 મહિનાના કરાર પર ઇન્ટેન્સીવિસ્ટ, એનેસ્થેસિસ્ટ, નર્સ, વોર્ડ ઓર્ડર્લી અને સેનીટરી હેલ્થ વર્કર માટે ભરતી કરવામાં આવી રહી છે. આ સર્વે પદો માટે ઇન્ટરવ્યૂ જાન્યુઆરી મહિનાની 19 અને 20 તારીખે યોજાશે.

    દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની હોસ્પિટલમાં ઇન્ટેન્સીવિસ્ટની એક જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. આ પદ માટે અરજી કરતા ઉમેદવારોએ એમ.બી.બી.એસ., એમ. ડી./ડી.એન.બી. એનેસ્થીઓલોજી/ ઇન્ટર્નલ મેડિસીન/ ઇમરજન્સી મેડિસીન, ડિપ્લોમા/ફેલોશિપ- ક્રિટીકલ કેર મેડિસીન ઇમરજન્સી મેડિસીન પૂર્ણ કરી હોવી ફરજિયાત છે. આ ઉપરાંત ઉમેદવારોને બે વર્ષનું કાર્ય અનુભવ હોવું જરૂરી છે અને એકલા હાથે આઇ.સી.યુ. સંભાળવા સક્ષમ હોવું જોઈએ. પસંદ થનાર ઉમેદવારને મહિને રૂ. 2,50,000નો પગાર આપવામાં આવશે.

    આ પણ વાંચો: સુરત : દેશી દારૂના નશામાં યુવકે પાણીની જગ્યા પર એસિડ ગટગટાવી લેતા કરૂણ મોત

    હોસ્પિટલમાં એનેસ્થેસિસ્ટના પદ માટે એમ.બી.બી.એસ., એમ. ડી./ડી.એન.બી. એનેસ્થીઓલોજી કર્યું હોવું ફરજિયાત છે. સાથે જ બે વર્ષનો આઇ.સી.યુ.નો અનુભવ પણ હોવું જરૂરી છે. પસંદ થયેલા ઉમેદવારને જરૂર મુજબ બોલાવવામાં આવશે અને એક મુલાકાતના રૂ. 5,000 આપવામાં આવશે.

    નર્સના પદ માટે ત્રણ ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ બી.એસ.સી. નર્સિંગ અથવા જનરલ નર્સિંગમાં ડિપ્લોમા કર્યું હોવું જરૂરી છે. સાથે જ નર્સના પદ માટે અરજી કરતા ઉમેદવારોને ઓછામાં ઓછું બે વર્ષનું આઇ.સી.યુ.માં કામ કરવાનું અનુભવ હોવું જરૂરી છે. કરાર આધારિત આ ભરતીમાં મહિને રૂ. 40,000 વેતન આપવામાં આવશે.

    આ પણ વાંચો: Surat: માથાભારે સાગર ભરવાડ સહિત 8 યુવકો ઢોસા રેસ્ટોરન્ટમાં ઘૂસ્યા, તોડફોડનો cctv viral

    હોસ્પિટલમાં ત્રણ વોર્ડ ઓર્ડર્લી માટે પણ ભરતી જાહેર કરવામાં આવી છે. આ પદ માટે અનુભવી ઉમેદવારોને ધોરણ 12 પાસ ઉપરાંત આઇ.સી.યુ. અથવા મોટી હોસ્પિટલોમાં 50 બેડ ધરાવતા વોર્ડમાં કામ કરવાનું ઓછા માં ઓછું બે વર્ષનું અનુભવ જરૂરી છે. આ પદ માટે માસિક વેતન રૂ. 20,000 આપવામાં આવશે.

    સેનીટરી હેલ્થ વર્કર અર્થાત્ સ્વિપરના પદ માટે પણ બે ભરતી બહાર પાડવામાં આવી છે. આ પદ માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ અને મોટી હૉસ્પિટલમાં કામ કરવાનો બે વર્ષનો અનુભવ હોવું જરૂરી છે. આ પદ માટે મહિને રૂ. 18.000 પગાર આપવામાં આવશે.

    આ પણ વાંચો: પાવર કૉરિડોર: પંકજકુમાર, રાજીવ ગુપ્તા સહિત 17 IAS આ વર્ષે નિવૃત્ત થશે

    ઇન્ટેન્સીવિસ્ટ અને એનેસ્થેસિસ્ટ પદ માટે અરજી કરતા ઉમેદવારોએ તારીખ 19ના દિનદયાલ પોર્ટ ટ્રસ્ટની એડમીનિસ્ટ્રેટીવ બિલ્ડિંગમાં ચેરમેનની ઓફિસમાં ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે તેમજ અન્ય પદો માટે તારીખ 20ના હોસ્પિટલ ખાતે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. અરજી કરવા માટેનું ફોર્મ અને વધુ વિગત www.deendayalport.gov.in પર મળશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ, નોકરી

    આગામી સમાચાર