સન્ની લિયોની કચ્છમાં,શા માટે આવી છે જાણવા વાંચો

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 25, 2017, 1:35 PM IST
સન્ની લિયોની કચ્છમાં,શા માટે આવી છે જાણવા વાંચો
કચ્છના જ યુવા ઉઘોગપતિઓના બાગેશ્રી ફિલ્મસ પ્રા. લિના બેનર તરીકે તૈયાર થઈ રહેલી બોલીવુડની ફિલ્મ તેરા ઈંતેઝારનું સાત દિવસનું શુટિંગ કચ્છમાં શરૂ થયું છે. આ માટે કલાકારો અરબાઝખાન અને બોલીવુડની જાણીતી અભિનેત્રી સન્ની લિયોની સહિતની ટીમ કચ્છ આવી પહોંચી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 25, 2017, 1:35 PM IST
કચ્છના જ યુવા ઉઘોગપતિઓના બાગેશ્રી ફિલ્મસ પ્રા. લિના બેનર તરીકે તૈયાર થઈ રહેલી બોલીવુડની ફિલ્મ તેરા ઈંતેઝારનું સાત દિવસનું શુટિંગ કચ્છમાં શરૂ થયું છે. આ માટે કલાકારો અરબાઝખાન અને બોલીવુડની જાણીતી અભિનેત્રી સન્ની લિયોની સહિતની ટીમ કચ્છ આવી પહોંચી છે.

કચ્છમાં માધ્યમો સમક્ષ રૂબરૂ થતા આ કલાકારોએ કચ્છ દર્શન માટે બે દિવસનું શિડુયલ વધુ કરાયું હોવાનું  જણાવ્યું હતું. પ્રથમ દિવસથી જ કચ્છની અનોખી ભાત સાથે અનોખો રોમાંચ હોવાનું કહીને ગરમીનો પ્રમાણ વધુ હોવા છતાં કચ્છમાં કામ કરવાની અને ફરવાની મજા આવી રહી છે તેમ આ કલાકારોએ જણાવ્યુ હતું.  કચ્છના સફેદ રણ, ગાંધીધામ સહિતની જગ્યાઓ પર ફિલ્મનું શુટિંગ કરાશે.રોમાન્ટિક સસ્પેન્શ અને થ્રીલર સાથેની આ ફિલ્મ ચાહકોને પસંદ પડશે તેવો આસાવાદ વ્યકત કરાયો હતો.  ખાસ કરીને કચ્છના નિર્માતાઓની વતનપ્રેમ હોવાના કારણેે મુંબઈ કરતા શુટિંગ ખર્ચ વધુ હોવા છતાં અહીં શુટિંગનું શિડયુલ કરવાયું છે.

First published: April 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर