Home /News /kutchh-saurastra /

કચ્છ: liquor પીવડાવ્યા વગર પણ ચૂંટણી જીતી શકાય તે સાબિત કર્યું સુમરાસર શેખ ગામે

કચ્છ: liquor પીવડાવ્યા વગર પણ ચૂંટણી જીતી શકાય તે સાબિત કર્યું સુમરાસર શેખ ગામે

રણછોડ આહીર

kutch news: કચ્છની એક પંચાયતના સરપંચ ઉમેદવારે ચૂંટણી (panchayat sarpanch candidate) પહેલા જ ગામમાં કોઇને પણ દારૂ ન પીવડાવવાનું નિર્ણય લીધું હતું અને છતાં પણ સારા એવા મતથી વિજય પામી ગામના સરપંચ બન્યા છે.

  kutch news: સામાન્યપણે ગ્રામ પંચાયત, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી (Assembly or Lok Sabha elections) આવે એટલે ચૂંટણીના ઉમેદવારો (Election candidates) પોતાના મત વિસ્તારના લોકોને રીઝવવા અનેક પ્રયાસો કરતા હોય છે. દારૂબંધી  (liquor ban) વાળા ગુજરાત રાજ્યમાં આવા પ્રસંગો પર લોકોને દારૂ મહેફિલની મોજ કરાવવાની બાબત પણ હવે સામાન્ય થઈ ગઈ છે. પણ કચ્છની એક પંચાયતના સરપંચ ઉમેદવારે ચૂંટણી (panchayat sarpanch candidate) પહેલા જ ગામમાં કોઇને પણ દારૂ ન પીવડાવવાનું નિર્ણય લીધું હતું અને છતાં પણ સારા એવા મતથી વિજય પામી ગામના સરપંચ બન્યા છે.

  વાત છે કચ્છના ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામની. ગામમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ગામના રણછોડ આહીર દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીના પ્રચાર સમયે જ રણછોડભાઈની સમગ્ર પેનલ દ્વારા નક્કી કરાયું હતું કે ચૂંટણીમાં મતદારોને રિઝવવા દારૂ પીવડાવવામાં આવશે નહીં.

  ચૂંટણી સમયે અનેક મતદારો પણ ઉમેદવારો પાસેથી આવી ખાણીપીણીની મેહફીલની આશા રાખતા હોય છે. તેવામાં દારૂના દૂષણનો વિરોધ કરી રણછોડભાઈની પેનલ દ્વારા ગામમાં કોઈને પણ દારૂ પીવડાવવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ જાહેરાત કરી હતી. હાર કે જીતની ચિંતા કર્યા વગર દારૂ નો વિરોધ જાહેર કર્યા છતાં પણ રણછોડભાઈ અને તેમની પેનલના મોટાભાગના લોકોને ગ્રામજનોએ પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા હતા.

  21 ડિસેમ્બરે યોજાયેલ મતગણતરીમાં સરપંચ પદના ઉમેદવાર રણછોડભાઈ આહિરને ૨૩૮ મતથી જીત મળી હતી. સાથે જ તેમની પેનલના બારમાંથી આઠ ઉમેદવારો પણ વિજયી થયા હતા. લોકોને પોતાના તરફ આકર્ષવા જ્યારે ઉમેદવારો કોઈ પણ હદ સુધી જતા હોય છે ત્યારે સુમરાસર શેખ દ્વારા પ્રવાહથી અલગ ચાલી એક અનોખુ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આટલું જ નહીં પણ હવે ચૂંટાયા બાદ પંચાયત એ નક્કી કર્યું છે કે ગામમાં દારૂનું દુષણ દૂર કરવા પ્રત્યે પગલા ભરવામાં આવશે.

  News18 સાથે ખાસ વાતચીત કરતા સુમરાસર શેખના સરપંચ રણછોડ આહિરે જણાવ્યું હતું કે ચૂંટણી માટે ઊભી રહેલી તેમની પેનલ શિક્ષિત હોતાં સમાજમાં સુધારા કરવા આતુર હતી. "અમારા આ નિર્ણયથી અમારી હાર કે જીત ના પરિણામ પર પણ અસર આવી શકતો હતો પણ ગ્રામજનોએ આ પહેલને સ્વીકારી અમને વિજયી બનાવ્યા છે. અને માટે જ હવે તું કર્યા બાદ અમે ગામમાંથી દારૂની બદીને દૂર કરવા કાયદા ને સાથે રાખી યોગ્ય પગલાં લેશું," તેવું રણછોડભાઇએ જણાવ્યું હતું.
  First published:

  Tags: Gram Panchayat Election, Kutch news, ગુજરાત ચૂંટણી

  આગામી સમાચાર