Home /News /kutchh-saurastra /

ભુજ: શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ટેસ્ટ કરાયા

ભુજ: શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ટેસ્ટ કરાયા

શાળાની

શાળાની તસવીર

ગત રવિવારે ભુજની વી.ડી. હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીનો કોરોના (Corona) ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્યતંત્ર દ્વારા અન્ય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનો કોવિડ રીપોર્ટ કરવામાં આવ્યા હતા.

    કચ્છ: જિલ્લામાં કોરોના વાયરસના (Corona virus) નવા પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે ત્યારે ભુજમાં ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ (Corona's positive report) આવતા સહવિદ્યાથીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભુજની વી.ડી.હાઈસ્કૂલમાં ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીનો રવિવારે કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેથી શનિવારે શાળામાં આવેલા વિદ્યાર્થીઓના (Students) કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો: ગીર-સોમનાથમાં બોટની જળસમાધિની ઘટનામાં લાપતા થયેલા 2 ખલાસીના મૃતદેહ મળ્યા

    વી.ડી.હાઈસ્કૂલના આચાર્ય ઊર્મિલ હાથીએ જણાવ્યું કે, આજે હેલ્થ ટીમ દ્વારા ધો.11 માં ભણતા 32 વિદ્યાથીઓ તેમજ શિક્ષકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે શાળામાં અન્ય વિદ્યાર્થીઓમાં સંક્રમણ વકરે નહિ એ માટે કોવિડ નિયમોની ચુસ્ત અમલવારી કરાવવામાં આવવા છે. નોંધનીય છે કે, છેલ્લા 5 દિવસમાં કચ્છમાં કોરોનાના 16 પોઝિટિવ કેસ નોંધાયા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Bhuj News, Corona report, Corona test, Kutch City, ભુજ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन