Home /News /kutchh-saurastra /

PMની સુરક્ષામાં ચૂકનો મામલો: કચ્છમાં કોંગ્રેસના પૂતળાનું દહન; ભૂજમાં મશાલ યાત્રા યોજાઇ

PMની સુરક્ષામાં ચૂકનો મામલો: કચ્છમાં કોંગ્રેસના પૂતળાનું દહન; ભૂજમાં મશાલ યાત્રા યોજાઇ

પૂતળાં

પૂતળાં દહન

Kutch Samachar: આ ઘટના બાદ સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પંજાબની કોંગ્રેસ સરકારે જાણતા વડાપ્રધાનની સુરક્ષામાં ઉણપ રાખી હોવાનો આક્ષેપ કર્યો છે.

    બુધવારે પંજાબમાં વડાપ્રધાન મોદીનો કાફલો ફસાયા હોવાની ઘટના બાદ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લામાં ઠેર ઠેર કોંગ્રેસના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

    બુધવારે પંજાબના ભટિંડા માં રાજકીય રેલીને સંબોધન કરવા જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જાહેર રસ્તા પર આંદોલન કરતા લોકોના ઘેરા વચ્ચે ફસાયો હતો. પંદરથી વીસ મિનિટ તે સ્થળ પર ફસાયા બાદ વડાપ્રધાને કટાક્ષમાં સહી સલામત એરપોર્ટ પહોંચ્યા બદલ પંજાબના મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.

    આ ઘટના બાદ સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પંજાબની કોંગ્રેસ સરકારે જાણતા વડાપ્રધાનની સુરક્ષામાં ઉણપ રાખી હોવાનો આક્ષેપ કર્યો છે. તો સામી કોર કોંગ્રેસ દ્વારા આ સમગ્ર ઘટના વડાપ્રધાન અને ભાજપ દ્વારા કરાતું નાટક હોવાનો આક્ષેપ કરાયો છે.

    આ ઘટનાના સંદર્ભે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે. કચ્છ જિલ્લામાં પણ ભાજપ દ્વારા સવારે મહામૃત્યુંજય જાપ કર્યા બાદ સાંજે જિલ્લામાં ઠેર ઠેર કોંગ્રેસના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જિલ્લા મથક ભુજમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરી સૂત્રોચ્ચાર સાથે પંજાબ સરકાર તેમજ કોંગ્રેસ પાર્ટી નો વિરોધ કરવામાં આવ્યો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kutch news, Kutch Samachar, Local News, Pm security breach

    આગામી સમાચાર