સામાજીક આંદોલનોનો ઉપયોગ કરી કોંગ્રેસ રાજનીતિ કરે છેઃરૂપાલા

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 22, 2017, 3:19 PM IST
સામાજીક આંદોલનોનો ઉપયોગ કરી કોંગ્રેસ રાજનીતિ કરે છેઃરૂપાલા
અમદાવાદઃભાજપની કારોબારીમાં રાજકીય પ્રસ્તાવ પારિત હતો. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ નિવેદનમાં જણાવ્યું હતું કે,નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે ગુજરાતમાં કરેલા કામોના કારણે આઈકોન બન્યા હતા.પીએમ મોદી આઈકોન બન્યા ત્યારે કોંગ્રેસે ટીકા કરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 22, 2017, 3:19 PM IST
અમદાવાદઃભાજપની કારોબારીમાં રાજકીય પ્રસ્તાવ પારિત હતો. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ નિવેદનમાં જણાવ્યું હતું કે,નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે ગુજરાતમાં કરેલા કામોના કારણે આઈકોન બન્યા હતા.પીએમ મોદી આઈકોન બન્યા ત્યારે કોંગ્રેસે ટીકા કરી હતી.

પીએમ બન્યા ત્યારે વિદેશ પ્રવાસની ટીકા વિપક્ષે કરી હતી.ઉરી હુમલા બાદ પાકિસ્તાન UNમાં એકલું પડ્યું.કોંગ્રેસની રાજનીતિ સ્પષ્ટતા વગરની છે.કોંગ્રેસ સીધો મુકાબલો નથી કરી શકતી.સામાજીક આંદોલનોનો ઉપયોગ કરી કોંગ્રેસ રાજનીતિ કરે છે.

અમદાવાદ કમલમ ખાતે ભાજપ કારોબારીની બેઠકમાં રાજકીય પ્રસ્તાવ પ્રેરીત કરાયો હતો.ભાજપ કારોબારીએ કોંગ્રેસને ચીમકી આપીવર્ગ વિગ્રહ ફેલાવવા મથતા કોંગ્રેસને કહ્યુ રૂક જાવ હવે બહુ થયું.2017ની ચૂંટણી કોંગ્રેસ ભાજપનો સીધી રીતે મુકાબલો કરી શકે તેમ નથી.સીધી લડાઇમા હારવાની બીકે કોંગ્રેસ પ્રોક્સી વોર રમે છે.કોંગ્રેસને હમેશા સામાજિક વેરઝેર ફેલાવીને મતો અંકે કરવાની પેરવી કરે છે''અનામત સહિતનાતમામ સામાજિક આંદોલનો પાછળ કોંગ્રેસનો સીઘો હાથ હોવાનો ઠરાવમા ઉલ્લેખ કરાયો છે.
સંઘના નિવેદનો ને તોડી મરોડી જુદુ અર્થઘટન કર્યુ ,ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસની રીતીનિતિથી વાકેફ રહેવા તાકીદ કરાઇ હતી.ગુજરાતમાં અરાજકતા ફેલાવાના કોંગ્રેસના મનસૂબાને લોકો વચ્ચે પર્દાફાશ કરવા અપીલ છે.

2017ની ચૂંટણીમાં પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો કરવા નિર્ધાર.અનામત સહિતના સામાજિક આંદોલનો હાલ મોટો રાજકીય પડકાર ગણાવ્યો છે.કોંગ્રેસના નકારાત્મક વિરોધ સામે કાર્યકર્તાઓને જવાબ આપવા માર્ગદર્શન અપાયું છે.

રૂપાલાએ આડકતરી રીતે પાટીદાર તેમજ ઓબીસી દ્વારા ચલાવાતા આદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો હતો. નોધનીય છે કે, 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે પાટીદારોનું અનામતનું આદોલન ઉકળતા ચરૂ બરાબર છે. જેને ઠંડુ પાડવું જરૂરી છે.
First published: January 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर