ભચાઉ : જમાઈએ સાસુ સાથે શારીરિક સંબંધ રાખીને વીડિયો ક્લિપ વાઇરલ કરી

News18 Gujarati
Updated: September 24, 2019, 8:36 AM IST
ભચાઉ : જમાઈએ સાસુ સાથે શારીરિક સંબંધ રાખીને વીડિયો ક્લિપ વાઇરલ કરી
પ્રતિકાત્મક તસવીર

જમાઈએ આધેડ ઉંમરની સાસુ સાથે શારીરિક સંબંધ બાંધીને અંગત પળોનો વીડિયો પણ ઉતાર્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કચ્છમાં સાસુ અને જમાઈનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જમાઈએ આધેડ ઉંમરની સાસુ સાથે શારીરિક સંબંધ બાંધીને અંગત પળોનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં સાસુનાં પતિ અને પુત્રએ દબાણ કરતા જમાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

દીકરીનાં સગપણ પછી જમાઈ સાથે પ્રેમ પાંગર્યો

આ મામલે મળતી માહિતી પ્રમાણે ભચાઉમાં આધેડ ઉંમરની મહિલાએ પોતાની દીકરીનાં પતિ એટલે જમાઈ સામે પોતાની સાથે શારીરિક સંબંધ બનાવીને વીડિયો વાઇરલ કરવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મૂળ ખારોઇનાં અને હાલમાં ભચાઉ ખાતે રહેતા પ્રેમજી ખેતા ધોડાએ શારીરિક સંબંધ રાખીને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. તેમણે આગળ જણાવ્યું હતું કે દીકરીનાં સગપણ બાદ તેના પતિ સાથે આંખ મળી ગઇ હતી. જે બાદ તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. આ અંગત પળોનો વીડિયો વાઇરલ થતાં સાસુનાં પતિ અને પુત્રએ દબાણ કરતાં સાસુંએ આ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : મસાજ પાર્લર કમ ફ્રેન્ડશીપ ક્લબના નામે નવરંગપુરાની મહિલા છેતરાઈ

આ પણ વાંચો : અમદાવાદ : છાપામાં જાહેરખબર વાંચીને નોકરી મેળવવાની લાલચે યુવતીએ રૂ. 1.75 લાખ ગુમાવ્યા

આ અંગે ભચાઉ પોલીસે સંબંધિત મહિલાની ફરિયાદનાં આધારે આઈટી એક્ટ હેઠળ જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધી છે. આ સાથે વાઇરલ થયેલી સેક્સની વીડિયો ક્લિપ સંબંધિત પણ તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: September 24, 2019, 8:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading