Home /News /kutchh-saurastra /

કચ્છ: ડો. આંબેડકરની મૂર્તિને જૂતાનો હાર પહેરાવી દેવાતા દલિતોમાં રોષ

કચ્છ: ડો. આંબેડકરની મૂર્તિને જૂતાનો હાર પહેરાવી દેવાતા દલિતોમાં રોષ

દેશના મહાન નેતાઓનું કોઈના કઈ બહાને અપમાન કરવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. તાજેતરમાં દેશમાં અનેક જગ્યાએ ડો. બાબા સાહેબ આંબેડકર સહિતના નેતાઓની મૂર્તિઓ ખંડિત કરીને કે પછી બીજા કોઈ રીતે તેમનું અપમાન કરવાની ઘટનાઓ બની હતી. આજે ગુરુવારે કચ્છમાં પણ ડો. બાબા સાહેબના અપમાનનો એક બનાવ સામે આવ્યો છે.

જૂતાનો હાર પહેરાવાયો

કચ્છના ભીમાસર ગામમાં અસમાજિક તત્વોએ ડો. બાબા સાહેબ આંબેડકરીની મૂર્તિને જૂતાનો હાર પહેરાવી દીધો હતો. ઘટના બાદ દલિતોમાં રોષ જોવા મળી રહ્યો છે. દલિતોએ એવી ચિમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આવું કૃત્ય કરનાર લોકોની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી ડો. બાબા સાહેબની મૂર્તિ પરથી જૂતાનો હાર ઉતારવામાં નહીં આવે. બાબા સાહેબના આવા અપમાનથી દલિતોમાં ભારે રોષ પ્રવર્તિ રહ્યો છે. સવારથી જ લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા, અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વિવાદ વકરે નહીં તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં બે મૂર્તિઓ ગાયબ થતાં થયો હતો વિવાદ

નોંધનીય છે કે રાજકોટમાં ગત અઠવાડિયે બે વિસ્તારમાંથી આંબેડકરની મૂર્તિઓ રાતોરાત ગાયબ થઈ જતા વિવાદ થયો હતો. આ મામલે દલિતોએ શહેરના રસ્તાઓ પર ચક્કાજામ કર્યો હતો. આખરે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે થયેલી બેઠકમાં કોર્પોરેશને ઉઠાવેલી મૂર્તિએ જેતે સ્થિતિમાં પરત સ્થાપિત કરવાનો નિર્ણય કરતા મામલો શાંત પડ્યો હતો.
First published:

Tags: Dalit, Dr. Ambedkar, Garland, Kutch, Protest, Shoe

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन