ભુજના MLAના પુત્રએ કંડલા પોર્ટના રૂ. 100cr અટકાવ્યા

News18 Gujarati
Updated: August 22, 2018, 11:59 AM IST
ભુજના MLAના પુત્રએ કંડલા પોર્ટના રૂ. 100cr અટકાવ્યા
કંડલા પોર્ટની ફાઇલ તસ્વીર

કંડલા પોર્ટનું આલીશાન સર્કિટ હાઉસ છોડીને શીપીંગ સેક્રેટરી ફાઈવસ્ટાર હોટલમાં રોકાશે.

  • Share this:
શીપીંગ સેક્રેટકી ગોપાલ ક્રિષ્ના આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ તારીખ 22થી 25 ઓગસ્ટ સુધી કંડલા પોર્ટના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આવવાના છે. તેઓ આ મુલાકાતમાં જામનગર, દ્વારકા, વાડીનાર, કંડલા અને તુણા ટેકરા જશે. આ મુલાકાતમાં વિવાદ એ છે કે શીપિંગ સેક્રેટરી ડીપીટીના સર્કિટ હાઉસને બદલે કંડલા પોર્ટનું કરોડોનું ફુલેકુ ફેરવનાર ભુજ ધારાસભ્યના પુત્ર ભાઇની હોટલમાં જ રહેવાના છે. આ ઉપરાંત ડીપીટીના ચેરમેને પણ તેજ હોટલમાં જ ડીનર પાર્ટી આપવાનો પણ નિર્ણય કર્યો છે.

દેશના શિપીંગ સેક્રેટરી ગોપાલ ક્રિષ્ણા આજથી દ્વારકાની મુલાકાતે છે. તેઓ આજે જામનગર આવી જશે પછી આવતી કાલે 23 તારીખના રોજ ડીપીટીના વાડીનાર પોર્ટની મુલાકાત લઇને અધિકારીઓએ સાથે બેઠક કરશે. બપોરે ગાંધીધામ આવશે. તે પછીના દિવસે કંડલા પાર્ટનું નિરીક્ષણ કરશે. ત્યાંથી તુણા ગયા બાદ બપોરે કંડલા પોર્ટની વહીવટી કચેરી ખાતે બેઠક યોજાશે. અહી પોર્ટના પ્રોજેક્ટની ચર્ચા બાદ યુનિયન દ્વારા પણ રજૂઆતો કરાશે. સાંજે હોટલમાં પોર્ટ ઉપભોગ કર્તાઓ, સ્ટેક હોલ્ડર અને પીપીપી પાર્ટનર સાથે બેઠક કરાશે. રાતે ડીપીટી ચેરમેન સેક્રેટરીના માનમાં હોટલમાં જ ડીનરની પાર્ટી કરાવશે. 25મીએ સવારે સચીવ ગાંધીધામના વિવિધ સ્થળોની મુલાકાત કરાવશે. જે પછી બપોરે દિલ્હી માટે રવાના થશે.

કેન્દ્રિય સેક્રેટરી કંડલાની મુલાકાતે આવી રહ્યા છે તેમાં તેમના રોકાણને કારણે વિવાદ થયો છે. તેઓ ડીપીટીનો સારામાં સારો સર્કિટ હાઉસ છોડીને સરકારી ખર્ચે જ ફાઇવ સ્ટાર હોટલમાં રોકાશે. આ હોટલ ભુજના ધારાસભ્ય નિમા આચાર્યના પુત્રની છે. નિમા આચાર્યના પુત્રની કંપની રાસ ઈન્ફ્રા અને ડીપીટી વચ્ચે હાલ વિવાદ ચાલી રહ્યો છે. ડીપીટી આ કંપની પાસે 100 કરોડ રૂપિયા માંગી રહી છે પરંતુ આ કંપનીએ તે અટકાવ્યાં છે. જેને કારણે બંન્ને પાર્ટીઓએ સામ સામે કેસ કર્યો છે.

આવી પરિસ્થિતિમાં ધારાસભ્યના બીજા પુત્ર અને રાસ ઈન્ફ્રાના માલિકના ભાઇ મુકેશ આચાર્યની હોટલમાં જ શિપીંગ સેક્રેટરી રોકાવવાના છે. તે કેટલું યોગ્ય કહી શકાય? તે ઉપરાંત તેમના માટે ડીનર પણ આ જ હોટલમાં રાખવામાં આવ્યું છે. તો પ્રશ્ન એ થાય કે તેઓ કંડલાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આવી રહ્યાં છે કે તેમની પાસે જવાબ પહેલેથી જ જવાબ તૈયાર છે અને તે ડીપીટી પર થોપવા માટે આવી રહ્યાં છે.
First published: August 22, 2018, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading