શંકરસિંહ વાઘેલાને ચૂંટણી પ્રચારની કમાન?,વિપક્ષ પ્રમુખ માટે પરેશ ધાનાણી અને રાઘવજી પટેલ રેસમાં

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 4, 2017, 12:15 PM IST
શંકરસિંહ વાઘેલાને ચૂંટણી પ્રચારની કમાન?,વિપક્ષ પ્રમુખ માટે પરેશ ધાનાણી અને રાઘવજી પટેલ રેસમાં
ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણી પહેલા ધરખમ ફેરફાર થવાની શક્યતા છે.કોંગ્રેસના જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી સાચી માનીએ તો કોંગ્રેસ પાર્ટીમાં મોટા ફેરબદલ કરી શકે છે. ગુજરાતમાંવિધાનસભા વિપક્ષના નેતા બદલાશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 4, 2017, 12:15 PM IST
ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણી પહેલા ધરખમ ફેરફાર થવાની શક્યતા છે.કોંગ્રેસના જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી સાચી માનીએ તો કોંગ્રેસ પાર્ટીમાં મોટા ફેરબદલ કરી શકે છે. ગુજરાતમાંવિધાનસભા વિપક્ષના નેતા બદલાશે. અટકળો વચ્ચે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા દિલ્હીના પ્રવાસે ગયા છે. અમદાવાદ એરપોર્ટથી રવાના થયા છે ત્યારે રાજકારણ ગરમાયું છે.

શંકરસિંહ વાઘેલાને ચૂંટણી પ્રચારની કમાન સોંપાવાની તૈયારીઓ ચાલી રહી છે. વિપક્ષ પ્રમુખ માટે પરેશ ધાનાણી અને રાઘવજી પટેલ રેસમાં છે. 6 તારીખે દિલ્હી ખાતે મળનાર બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. દિલ્હી હાઈકમાન્ડ ગુજરાતના કોંગી નેતાઓ સાથે બેઠક કરશે.બેઠકમાં વિરોધ પક્ષના નેતા અને ચૂંટણીને લઈ ચર્ચા થશે.8મી મેના રોજ પ્રદેશ કોંગ્રેસ કારોબારી યોજાશે. 10 મે સુધી નવા વિપક્ષના નેતા નક્કી થઈ શકે છે.
First published: May 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर