કચ્છમાં પ્રચાર દરમિયાન શંકરસિંહનું વિવાદિત નિવેદન, 'ભાજપને મુસ્લિમ જમાઈ બનાવવામાં શરમ નથી આવતી, ઉમેદવાર બનાવવામાં આવે છે'

કચ્છમાં પ્રચાર દરમિયાન શંકરસિંહનું વિવાદિત નિવેદન, 'ભાજપને મુસ્લિમ જમાઈ બનાવવામાં શરમ નથી આવતી, ઉમેદવાર બનાવવામાં આવે છે'
શંકરસિંહ વાઘેલા.

અબડાસા બેઠક પર લઘુમતી મતદારોની સંખ્યા 45 ટકા હોવાથી અહીં ભાજપ, કૉંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રી-પાંખીયો જંગ જામ્યો છે.

 • Share this:
  મેહુલ સોલંકી, ભુજ: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટા ચૂંટણી (Gujarat Bypoll)નો રંગ જામી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું ઝોર લગાવી રહ્યા છે. કચ્છની અબડાસા બેઠક (Abdasa Constituency) પર ભાજપ-કૉગ્રેસના ઉમેવદવારોને અપક્ષ ઉમેદવાર ટક્કર આપી રહ્યા છે. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન બાપુએ ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતા વિવાદિત નિવેદન આપ્યું હતું. આ સાથે જ બાપુએ ભારતીય જનતા પાર્ટીને લુખ્ખી પાર્ટી પણ કહી હતી.

  ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પોતાના ઉમેદવારો જીતે તે માટે પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. અબડાસા બેઠક પર અપક્ષ ઉમેદવાર હનીફ પડયાર બંને રાજકીય પક્ષ પર ભારે પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અબડાસા બેઠક પર લઘુમતી મતદારોની સંખ્યા 45 ટકા છે. જેથી આ બેઠક પર ત્રી-પાંખીયો ચૂંટણી જંગ ખેલાયો છે.

  આ પણ વાંચો: અમદાવાદમાં 'ચીપકલી' ગેંગની ધરપકડ, ગરોળીની જેમ દીવાલ પર ચઢીને ચોરીને અંજામ આપતા હતા

  અપક્ષ ઉમેદવારના સમર્થમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નલિયામાં જાહેરસભા યોજી હનીફ પડયારને ખુલ્લું સમર્થન આપ્યું હતું તેમજ લોકોને પણ અપક્ષ ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી. બાપુના કચ્છ પ્રવાસથી અબડાસાથી ગાંધીનગર સુધી રાજકીય માહોલ ગરમાયો છે. બાપુએ લઘુમતી અપક્ષ ઉમેદવાર માટે સભા કરતા કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કરતા કહ્યુ હતું કે, શંકરસિંહ ભાજપના એજન્ટ બનીને કૉંગ્રેસના મુસ્લિમ મતદારોને તોડી રહ્યા છે. અબડાસા બેઠક પર પ્રચાર દરમિયાન બાપુએ જવાબ આપતા જણાવ્યુ હતુ કે, મારા પર આક્ષેપ કરનારાને ભૂતકાળમાં મેં ધારાસભ્ય બનાવ્યા છે.

  આ પણ જુઓ-

  આ ઉપરાંત જાહેરસભામાં બાપુએ ભાજપ પર વિવાદિત નિવેદન આપી કટાક્ષ કર્યો હતો કે, 'ભાજપને મુસ્લિમ જમાઈ બનાવવામાં શરમ નથી આવતી પરંતુ ઉમેદવાર બનાવવામાં આવે છે.' શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટી મૂલ્યોનું ધોવાણ કરવા માટે નીકળી છે. ગુજરાતમાં પેટા-ચૂંટણી કરવાની ક્યાં જરૂર હતી. બીજેપીના પાપ અને કૉંગ્રેસની નબળાઈને કારણે આ ચૂંટણી આવી છે. પેટા ચૂંટણીની જરૂર કેમ પડી? ગુજરાતમાં ક્યાં ભાજપની સરકાર પડી જવાની હતી કે કૉંગ્રેસના ધારાસભ્યો ખરીદવાની જરૂર પડી? શા માટે લોકોની આબરું પર હાથ નાખો છો."
  Published by:Vinod Zankhaliya
  First published:October 27, 2020, 17:01 pm

  ટૉપ ન્યૂઝ