મિનિસ્ટરના પુરાવા હોય તો સરકારને આપોઃશંકરસિંહને નિતિન પટેલની ચેલેન્જ

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 14, 2017, 5:12 PM IST
મિનિસ્ટરના પુરાવા હોય તો સરકારને આપોઃશંકરસિંહને નિતિન પટેલની ચેલેન્જ
ગાંધીનગરઃ વિપક્ષના નેતા શંકરસિંહના ચોકાવનારા આરોપ પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વળતો જવાબ આપ્યો છે. નીતિન પટેલે નલિયામાં બનેલી ઘટના ગંભીર ગણાવી છે.સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.અનેક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 14, 2017, 5:12 PM IST
ગાંધીનગરઃ વિપક્ષના નેતા શંકરસિંહના ચોકાવનારા આરોપ પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વળતો જવાબ આપ્યો છે. નીતિન પટેલે નલિયામાં બનેલી ઘટના ગંભીર ગણાવી છે.સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.અનેક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

CM અને ગૃહ રાજ્યપ્રધાન તપાસ પર નજર રાખી રહ્યા છે.આ દુઃખદ ઘટનાનો રાજકીય લાભ લેવાનો વિરોધ પક્ષો પ્રયત્ન કરી રહ્યા છે.વિપક્ષના નેતાઓએ કરેલા નિવેદનો યોગ્ય નથી.લોકશાહીની પ્રણાલીને ધ્યાનમાં રાખી આવા નિવેદનો ન કરવા જોઈએ.
નીતિન પટેલે વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાના નિવેદનને વખોડ્યું હતું.વિપક્ષ નેતા પાસે CD હોય તો સરકાર અને ગૃહ વિભાગને સોંપે. કોઈ પણ પુરાવા હોય તો જાહેર કરવા સરકારની ચેલેન્જ છે.રાજ્ય કે જનતાને નુકસાન થાય તેવા નિવેદનો કોઈએ ન કરવા જોઈએ.

સાણંદની ઘટના મુદ્દે નીતિન પટેલની પ્રતિક્રિયા

નર્મદા યોજના હેઠળના વિસ્તારમાં પાણી પહોંચાડવાની જવાબદારી સરકારની છે
સરકાર સતત પાણી ઉપલબ્ધ કરાવે છે
ઉનાળો નજીક આવતો હોવાથી જ્યાં પાણી આપવાની વ્યવસ્થા નથી ત્યાં અત્યારે પાણી નથી આપ્યું
'ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળે તે એક પ્રક્રિયા છે'
'એ પ્રક્રિયા મુજબ જ પાણી અપાઈ રહ્યું છે'
'કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખેડૂતો સાથે બેઠક કરી હતી'
'તેમણે ઉકેલ લાવવા માટે હૈયા ધારણા આપી હતી'
'પરંતુ રાજકીય પક્ષો ખેડૂતોને હાથો બનાવી રહ્યા છે'
'કાયદો વ્યવસ્થાની અપીલ જળવાય તે સરકારની અપીલ છે'
'ખેડૂતોને મદદ મળે તેવા સરકારના પ્રયાસો છે'
ભરતસિંહના આક્ષેપો પર નીતિન પટેલની પ્રતિક્રિયા
'બેફામ અને પાયાવિહોણા આક્ષેપોનો સરકાર જવાબ આપવા માગતી નથી'

કેબિનેટ પ્રધાન બાબુ બોખિરિયા મુદ્દે નીતિન પટેલનું નિવેદન

'મીડિયામાં બાબુ બોખિરિયા વિશે આવેલા તમામ સમાચારો પાયાવિહોણા છે'
'કેબિનેટ પ્રધાન બાબુ બોખિરિયા કે તેમના પુત્ર સામે કોઈ કેસ નથી'
'તેમને કોઈ પણ દંડ કરવામાં આવ્યો નથી'
'કલેક્ટરે કરેલા નિર્ણયો પર હાઈકોર્ટ મહોર મારી છે'
First published: February 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर