Home /News /kutchh-saurastra /કચ્છી બોલીને બંધારણીય માન્યતા આપવા રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલની રજૂઆત

કચ્છી બોલીને બંધારણીય માન્યતા આપવા રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલની રજૂઆત

રાજ્યસભા

કચ્છના સાહિત્ય સર્જકો (Kutchi literature) અને આમ જનતા કચ્છી ભાષાને (Kutchi language) બંધારણીય માન્યતા મળે તેવું ઈચ્છી રહ્યા છે. ત્યારે બુધવારે રાજ્યસભાના (Rajyasabha) સત્રમાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પણ કચ્છી ભાષાને સંવિધાનની આઠમી સૂચિમાં ઉમેરવામાં આવે તેવી માંગ કરી હતી.

વધુ જુઓ ...
    કચ્છ: લાંબા સમયથી કચ્છના સાહિત્ય સર્જકો (Kutchi literature) અને આમ જનતા કચ્છી ભાષાને (Kutchi language) બંધારણીય માન્યતા મળે તેવું ઈચ્છી રહ્યા છે. ત્યારે બુધવારે રાજ્યસભાના (Rajyasabha) સત્રમાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પણ કચ્છી ભાષાને સંવિધાનની આઠમી સૂચિમાં ઉમેરવામાં આવે તેવી માંગ કરી હતી.

    કચ્છ એ દેશનો સૌથી મોટો જિલ્લો છે અને ભારતના બંધારણ મુજબ તેને અલગ રાજ્ય બનાવવા માટે પણ ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે. કચ્છમાં અનેક સદીઓથી વસેલા અને કચ્છના મૂળ સમાજો પોતાની માતૃભાષા કચ્છી ભાષાનો ઉપયોગ કરતા આવ્યા છે. જો કે કચ્છી ભાષાને આજ સુધી બંધારણમાં ભારતની ભાષાઓની સૂચિમાં શામેલ કરાયું નથી અને માત્ર એક બોલી તરીકે જ દરજ્જો આપવામાં આવ્યો છે.

    કચ્છના સાહિત્ય સર્જકો અને આમ જનતા લાંબા સમયથી કચ્છી બોલીને ભાષા તરીકેની બંધારણીય માન્યતા મળે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે આજે બુધવારે કચ્છના અબડાસા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદ સત્રમાં આ મુદ્દે રજૂઆત કરી હતી.

    આ પણ વાંચો: રાજકોટ: લેડી Drugs Peddler સુધા ધામેલિયાનો આતંક, આશાસ્પદ યુવકે કર્યો આપઘાત

    રાજ્યસભાના સત્રમાં શક્તિસિંહે શૂન્ય કાળ પ્રસ્તાવ રજૂ કરી માંગ કરી હતી કે કચ્છી ભાષાને બંધારણની આઠમી યાદીમાં સામેલ કરવામાં આવે. સંસદમાં પ્રસ્તાવ રજૂ કરતાં શક્તિસિંહે કહ્યું હતું કે, "કચ્છી ભાષા એક એવી ઈન્ડો-આર્યન ભાષા છે કે જે કચ્છના લાખો લોકો ઉપરાંત પૂર્વ આફ્રિકાના દેશો જેમ કે કેન્યા, યુગાન્ડા, કોંગો, તાન્ઝાનિયા અને દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, અમેરિકાના ઘણા દેશોમાં અને ઘણા શહેરોમાં પણ બોલાય છે.

    આ પણ વાંચો: 30 વર્ષની ઉંમરમાં આ યુવકે મેકઅપ ઇન્ડસ્ટ્રીઝમાં કમાણી કરી ખરીદી લીધી ‘મર્સિડીઝ કાર’

    કચ્છ એક એવો પ્રદેશ છે જ્યાં હસ્તકલા અને સમૃદ્ધ ઇતિહાસ દેશનું ગૌરવ છે. સફેદ રણ અને ધોળાવીરા જે સૌથી મોટી પાંચ હડપ્પન સંસ્કૃતિમાંની એક છે તે કચ્છમાં આવી છે. કચ્છ જિલ્લાનો વિસ્તાર 45674 ચોરસ કિ.મી. છે, જે આપણા દેશના ઘણા નાના રાજ્યો કરતા મોટો છે. દેશના ગૌરવવંતા કચ્છની સંસ્કૃતિ, ઈતિહાસ અને ભાષાને બચાવવા કચ્છ ભાષાનું જતન અને સંવર્ધન ખૂબ જ જરૂરી છે, તેથી જ હું સરકારને વિનંતી કરું છું કે કચ્છની ભાષાને બંધારણની આઠમી યાદીમાં સામેલ કરવામાં આવે.\"
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, Shaktisinh gohil, કચ્છ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन