Home /News /kutchh-saurastra /

કચ્છ: નલિયામાં સિવિયર કોલ્ડ વેવના લક્ષણો; 10 વર્ષનાં ન્યુનત્તમ તાપમાનની સરખામણી કરવા તરફ 

કચ્છ: નલિયામાં સિવિયર કોલ્ડ વેવના લક્ષણો; 10 વર્ષનાં ન્યુનત્તમ તાપમાનની સરખામણી કરવા તરફ 

તાપણી

Kutch News: નલિયાનું તાપમાન સામાન્ય કરતા 6 ડિગ્રી નીચે રહેતા સિવિયર કોલ્ડ વેવના લક્ષણો વર્તાઈ રહ્યા છે ત્યારે તાપમાન છેલ્લા 10 વર્ષના સૌથી નીચા 

    કચ્છમાં કોલ્ડ વેવની સતત અસર વચ્ચે નલિયા વિક્રમી ઠંડી તરફ ધપી રહ્યું છે. ઉત્તરાયણના દિવસે નલિયાનું તાપમાન સામાન્ય કરતાં 6.2 ડિગ્રી નીચે રહેતા સિવિયર કોલ્ડ વેવના લક્ષણો દેખાઈ રહ્યા છે.

    જિલ્લામાં ગત અઠવાડિયે હવામાન વિભાગ દ્વારા કોલ્ડ વેવની આગાહી કરાયા બાદ જિલ્લામાં ઠેર ઠેર ઠંડીએ જોર જણાવ્યું છે. ગત શનિવારે નલિયાનું ન્યુનતમ તાપમાન એક સાથે 10 ડિગ્રી નીચે આવ્યું હતું. ત્યારબાદ ન્યુનત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

    ગુરુવારે નલિયાનું ન્યુનત્તમ તાપમાન 4.6 ડિગ્રી બાદ શુક્રવારે ફરી એક ડિગ્રી નીચે આવી 3.6 ડિગ્રી નોંધાયું હતું. હાલ નલિયાનું ન્યુનત્તમ તાપમાન આ સીઝનમાં સામાન્ય કરતા 6.2 ડિગ્રી નોંધાઇ રહ્યું છે જે સિવીયાર કોલ્ડ વેવના લક્ષણ છે. જો આવતા દિવસમાં આ જ રીતે ઠંડી વધશે તો નોંધનીય બાબત છે કે 2.8 ડિગ્રી પર છેલ્લા 10 વર્ષમાં નલિયાના સૌથી ન્યુનત્તમ તાપમાનની સરખામણી કરશે. 2021 તેમજ 2012ના જાન્યુઆરી મહિનામાં નલિયાનું ન્યુનતમ તાપમાન 2.8 મહિના નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં જાન્યુઆરી મહિનામાં નલિયાનું સૌથી ન્યુનત્તમ તાપમાન 1962માં 1.2 ડિગ્રી નોંધાયું હતું.

    તો બીજી તરફ જિલ્લામથક ભુજમાં ગુરુવારે નોંધાયેલ 10.2 ડિગ્રી ન્યુનત્તમ તાપમાનમાંથી શુક્રવારે ઘટીને 9.8 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં 0.4 ડીગ્રીનો ઘટાડો આવ્યા છતાં આજનું ન્યુનત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી 0.4 ડિગ્રી વધારે છે. તો ગુરુવારે કંડલા પોર્ટના ન્યુનત્તમ તાપમાનમાં આંશિક વધારો આવ્યા બાદ 10.9 ડિગ્રીથી શુક્રવારે 11.1 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે જ કંડલા એરપોર્ટ પર ગુરુવારે 9.4 ડિગ્રી ન્યુનત્તમ તાપમાન નોંધાયા બાદ શુક્રવારે ઘટીને 8.6 ડિગ્રી નોંધાયું હતું.

    ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની સૂચના મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ ભારત પરથી પસાર થઈ ગયું હોય આવતા દિવસોમાં ઠંડીમાં વધારો નોંધાશે. જ્યાં સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અન્ય લહેર ભારતના ઉત્તરી વિસ્તાર પર નહીં પહોંચે ત્યાં સુધી કચ્છમાં ઠંડીમાં વધારો નહીં નોંધાય.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Cold Wave, Kutch news, Local News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन