ભચાઉ (Bhachau)તાલુકાના નેર ગામે આવેલા એક મંદિરમાં (Temple)અનુસૂચિત જાતિના (Scheduled Caste)લોકોને મંદિરમાં પ્રવેશ કરવા બાબતે માર મરાયો હતો. રામ મંદિરમાં પ્રવેશ કર્યા હોવાનો મનદુખ રાખી ટોળાએ લોકોના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે જે બાદ 6 લોકોને હોસ્પિટલમાં (Hospital)દાખલ કરાયા હતા.
કોરોના રસીકરણ ને વેગ આપવા ભુજ અંજાર અને ગાંધીધામ ખાતે આજથી વિશેષ ઝુંબેશનું આયોજન કરાયું હતું. ત્રણેય શહેરોમાં કોલેજો, બજારો, બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન ખાતે રસીકરણનું આયોજન કરાયું હતું. આ ઝુંબેશને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.