ભાજપ સરકાર એના જ સાંસદનું નથી સાંભળતી: અર્જુન મોઢવાડીયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 8, 2017, 4:05 PM IST
ભાજપ સરકાર એના જ સાંસદનું નથી સાંભળતી: અર્જુન મોઢવાડીયા
દરિયા કાંઠે આવેલા ગામોમાં રહેતા લોકો અને માછીમારોના વિવિધ પ્રશ્ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કચ્છના માંડવીથી વલસાડના ઉમરગામ સુધી કિનારા બચાવો યાત્રા શરુ કરવામાં આવી છે. જે આજરોજ છઠ્ઠા દિવસે ભરૂચ જીલ્લામાં પ્રવેશી હતી.ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભાડભૂત ખાતે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા અને કોંગ્રેસનાં આગેવાનોએ ભારેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યા બાદ નવેઠા ગામ ખાતે જાહેર સભા યોજાઈ હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 8, 2017, 4:05 PM IST
દરિયા કાંઠે આવેલા ગામોમાં રહેતા લોકો અને માછીમારોના વિવિધ પ્રશ્ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કચ્છના માંડવીથી વલસાડના ઉમરગામ સુધી કિનારા બચાવો યાત્રા શરુ કરવામાં આવી છે. જે આજરોજ છઠ્ઠા દિવસે ભરૂચ જીલ્લામાં પ્રવેશી હતી.ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભાડભૂત ખાતે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા અને કોંગ્રેસનાં આગેવાનોએ ભારેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યા બાદ નવેઠા ગામ ખાતે જાહેર સભા યોજાઈ હતી.

મોઢવાડિયાએ કહ્યું હતું કે, 'ભાજપના રાજમાં દ.ગુજ.માં ઔદ્યોગિક કચરો નદીમાં ઠલવાતો થયો છે.તુવેર ખરીદીમાં સાંસદ-કૃષિ મંત્રી સામ-સામે આવવા મામલે કહ્યુંભાજપ સરકાર એના જ સાંસદનું નથી સાંભળતી.

જેમાં કોંગ્રેસના આગેવાનોએ રાજ્ય સરકારમાં પ્રહારો કર્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતના દરિયામાં ઓદ્યોગિક કચરો ઠલાવાઈ છે જેના કારણે સમુદ્ર હવે ઝેરી બન્યો છે જેના કારણે માછીમારી ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં પહોચ્યો છે

રાજ્યમાં તુવેરની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાના નિવેદન બાદ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને કૃષિ પ્રધાન ચીમન સાપરિયા સામ સામે આવી ગયા છે ત્યારે અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર લોકોનું તો સાંભળતી જ નથી પરંતુ હવે સરકાર ભાજપના જ સાંસદનું સાંભળે તો શારુ.
First published: May 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर