પશુપાલકો આનંદો; સરહદ ડેરીએ દાણના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો

News18 Gujarati
Updated: November 6, 2019, 11:38 AM IST
પશુપાલકો આનંદો; સરહદ ડેરીએ દાણના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો
પ્રતિકાત્મક તસવીર

આગામી તારીખ 8 નવેમ્બરથી અમલમાં આવશે જેનાથી પશુ પશુપાલકોના પશુઓ માટે ઉત્તમ ગુણવત્તા યુક્ત દાણ સરળતાથી અને સસ્તું મળી રહેશે.

  • Share this:
અંજાર: શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા પશુપાલકોની માંગણીને ધ્યાને લઈ અને સરહદ દાણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેમાં સરહદ દાણની સ્ટાન્ડર્ડની બેગનો ભાવ 1130 રૂપિયા પ્રતિ બેગ હતો.

જેમાં રૂપિયા 100/- પ્રતિ બેગ ઘટાડો કરી અને 1030 પ્રતિ બેગ કરવામાં આવ્યો છે તેમજ પ્રીમિયમની બેગ જેનો ભાવ 1355 રૂપિયા પ્રતિ બેગ હતો તેમાં પણ 100 રૂપિયાનો ઘટાડો કરી અને 1255 રૂપિયા પ્રતિ બેગ કરવામાં આવ્યો છે.

આગામી તારીખ 8 નવેમ્બરથી અમલમાં આવશે જેનાથી પશુ પશુપાલકોના પશુઓ માટે ઉત્તમ ગુણવત્તા યુક્ત દાણ સરળતાથી અને સસ્તું મળી રહેશે. તેવું ડેરીના ચેરમેન વલમજીભાઈ આર. હુંબલે જણાવ્યુ હતું.

સરહદ ડેરી સાથે સંકળાયેલી તમામ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોએ નોંધ લેવી તેમજ વધુને વધુ લાભ મેળવવા જણાવાયું છે.

વધુમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે, ચાલુ વર્ષે સારો વરસાદ થયેલા હોવા છતાં પણ ગત વર્ષે દુષ્કાળની પરિસ્થિતીને કારણે પશુઓમાં અશક્તિ કે કારણે વિયાણમાં મોડુ થયેલ છે જેથી દૂધમાં જોઈએ તેટલો વધારો થયેલ નથી જેથી દૂધ સંઘનું ઉત્તમ ગુણવત્તા વાળું સરહદ દાણના પશુપાલકો ખવડાવે જેનાથી પશુઓના દૂધ ઉત્પાદકતામાં વધારો થાય અને દૂધમાં પણ વધારો થાય.

 
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर